જેતપુરમાં જુગાર રમતા છ ઝડપાયા

પોલીસે 1.60 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

જેતપુરમાં જુગાર રમતા છને ઝડપી લઇ પોલીસે રૂા.1.60 લાખની રોકડ સહીતનો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરના જીમખાના મેદાનમાં ગ્રાઉન્ડની દિવાલ પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ઇમ્તિયાઝ ઉર્ફે પનઘટ આરીફભાઇ લુલાણીયા, શબીર યુનુસભાઇ ચોટલીયા, જાકીર મહેબુબભાઇ ખોરાણી, ફિરોજ હનીફભાઇ ચાવડા, હુસેન ઇકબાલભાઇ તરકવાડીયા અને હુસેન ઉર્ફે સલીમ ઉર્ફે સોડાવાલા જીકરભાઇ તેરવાડીયાએ ઝડપી લઇ રૂા.1.60 લાખની રોકડ મળી રૂા.2.20 લાખનો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ