રાજકોટમાં ગાળો બોલતા શખ્સને ટપારતા યુવક પર પરિવારનો હુમલો

છરી- પાઇપથી માર મારતા દંપતી સહિત ચાર સામે ગુનો

(પ્રતિનિધિ દ્વારા)રાજકોટ તા. 27
શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલ બાબરીયા ક્વાર્ટરમાં ઘર પાસે ગાળો બોલતા શખ્સના પરિવારને સમજાવવા જતા દંપતી અને તેની દીકરી સહીત 4 શખ્સોએ યુવકને છરી-પાઇપના ઘા ઝીકી દેતા બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો આ અંગે ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છેશહેરના બાબરીયા ક્વાર્ટરમાં રહેતા અને છૂટક ડ્રાયવિંગ કામ કરતા દિનેશ અરવિંદભાઈ ગોહેલ નામના ખવાસ રજપૂત યુવાને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રે સાડા બારેક વગ્યો ઘર પાસે રજાક જુણેજા ગાળો બોલતો હોય જેથી મેં પોલીસને ફોન કર્યો હતો પરંતુ પોલીસે આવે તે પૂર્વે રજાક ભાગી ગયો હતો જેથી તેના સંબંધી યુનુસભાઇ ઉર્ફે સૂબો ઓસમાણ જુણેજા જેઓ નજીકમાં રહેતા હોય તેમના ઘરે જઈને તેઓને સમજાવવા જતા યુનુસ તથા તેની પત્ની શહેનાઝે ગાળો ભાંડી ઝઘડો કર્યો હતો અને તેની દીકરી ગોગી પાઇપ લઈને આવી હતી અને મને માથામાં પાઇપ મારી દેતા હું શેટી ઉપર પડી ગયો હતો ત્યારે જ યુનુસે છરી કાઢી મારવા જતા હું હતી જતા મને આંખ પાસે છરી લાગી ગઈ હતી દેકારો થતા મારો ભાઈ જીગ્નેશ પણ દોડી આવ્યો હતો અને લોકો એકઠા થઇ જતા મને હોસ્પિટલે ખસેડ્યો હતો અને સારવાર લીધા બાદ આ ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી આ અંગે પીએસઆઇ એસ એન જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે

રિલેટેડ ન્યૂઝ