આવતીકાલથી શહેરની 25 સરકારી અને 20 ખાનગી હોસ્પિટલમાં થશે રસીકરણ

60 વર્ષથી વધુ વયના અને 45થી 59 વર્ષ સુધીના બીમાર લોકોને કોરોના રસી મુકાશે

(પ્રતિનિધિ દ્વારા)રાજકોટ તા. 27
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં આગામી તા. 01.03.2021 થી શહેરની 25 સરકારી અને 20 ખાનગી હોસ્પિટલોમાં રસીકરણની વ્યવસ્થા કરવામાં આવનાર છે.
આગામી તા. 1લી માર્ચ, 2021ના રોજ થી 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. 01.01.2022 સ્થિતિએ) તથા 45થી 59 વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા (ઉંમર-01.01.2022 સ્થિતિએ અને બીમારી અંગેનું રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનર નું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવામાં આવશે. તબક્કાવાર સરકારી દવાખાના,CGHS s’p PMJAY/MA yojana અંતર્ગતની ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રૂ. 100/- વહીવટી ખર્ચ અને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવનાર રસીની કિંમત લાભાર્થી પાસેથી લેવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રીજા તબક્કામાં આ રસીકરણ અભિયાન માટે શરૂઆતના તબક્કે 45 હોસ્પિટલોમાં (25 – સરકારી+ 20 – ખાનગી) રસીકરણ કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશ: તેમાં વધારો કરવામાં આવશે. રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન સજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા 45-59 વર્ષના કોમોર્બીડ સ્થિતી લાભાર્થી ને રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનર નું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે.

રિલેટેડ ન્યૂઝ