રાજકોટમાં 72 કરોડની ખંડણી માંગનાર ભેજાબાજ 2 દીના રિમાન્ડ પર

રાજસ્થાનથી ખરીદેલો ફોન રાજકોટમાં ફેંકી દિધાની કબુલાત

રાજકોટ તા.27
રાજકોટના બિલ્ડરના વિધવા ભાભીને મેસેજ કરી ત્રણ દીકરીઓને મારી નાખવાની ધમકી આપી 72 કરોડની ખંડણી માંગનાર ભેજાબાજને તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે પોતે જે ફોનમાંથી મેસેજ કર્યોથતો તે ફોન પોતે રાજસ્થાનથી લાવી રાજકોટમાં ફેંકી દીધાની કબૂલાત આપતા પીએસઆઇ ધાંધલ્યા અને ટીમે ફોન કબ્જે કરવા તજવીજ હાથ ધરી છેરાજકોટની ભક્તિનગર સોસાયટીમાં રહેતા બિલ્ડર કિશોરભાઇ હંસરાજભાઇ પરસાણાના વિધવા ભાભી સંગીતાબેનને અજાણ્યા નંબર પરથી 22 ફેબ્રુઆરીના સાંજે સોશિયલ મીડિયામાં ધમકી મળી હતી. જે મેસેજમાં લખ્યું હતું કે 72 કરોડ આપો, નહીંતર તમારી ત્રણેય પુત્રીને જીવવા નહીં દઉં અને જાનથી મારી નાખીશું. આ મેસેજથી ડરી ગયેલા પરિવારે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી જે સંદર્ભે ડીસીબી પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ બી ધાંધલ્યા અને તેમની ટિમ કામે લાગી હતી અને દીકરીઓને મારી નાખવાની ધમકી આપી 72 કરોડની ખંડણી માંગનાર યુનિવર્સિટી રોડ પર રહેતા આરોપી પારસ મહેન્દ્રભાઇ મોણપરાની ધરપકડ કરી હતી આરોપીની ધરપકડ થયા બાદ તપાસ અર્થે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે પ્રાથમિક પૂછતાછમાં પોતે આ ફોન રાજસ્થાનથી ખરીદ કર્યો હોવાની અને આ ફોન રાજકોટમાં જ ફેંકી દીધો હોવાની કબૂલાત આપતા પોલીસે આ ફોન કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે

રિલેટેડ ન્યૂઝ