આજથી રાજકોટમાં કોરોના રસીનો ત્રીજો તબક્કો

મહાનગરપાલિકા ખાતે વોર્ડ પ્રભારીઓ અને અધિકારીઓ સાથે મિટિંગ કરતા મ્યુનિ. કમિશનર અગ્રવાલ

રાજકોટ, તા. 28
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં આવતીકાલ તા. 01.03.2021 થી શહેરની 24 સરકારી અને 14 ખાનગી હોસ્પિટલો સહિત કુલ 38 હોસ્પિટલોમાં રસીકરણની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ રસીકરણ સંદર્ભે આજે સવારે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે તમામ વોર્ડના વોર્ડ પ્રભારીઓ અને અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. જેમાં વોર્ડ પ્રભારીઓને પોતાના વોર્ડમાં રસીકરણની વ્યવસ્થા અને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે રસીકરણ બાબતે સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું.આવતીકાલ તા. 1લી માર્ચ, 2021ના રોજ થી 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. 01.01.2022 સ્થિતિએ) તથા 45થી 59 વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા (ઉંમર-01.01.2022 સ્થિતિએ અને બીમારી અંગેનું રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનર નું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવામાં આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, ઈૠઇંજ તથા ઙખઉંઅઢ/ખઅ ુજ્ઞષફક્ષફ અંતર્ગતની ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રૂ. 100/- વહીવટી ખર્ચ અને રૂ. 150/- રસીની કિંમત લાભાર્થી પાસેથી લેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રીજા તબક્કાના રસીકરણ અભિયાન માટે આવતીકાલથી શરૂઆતના તબક્કે 38 હોસ્પિટલોમાં (24 – સરકારી+ 14 – ખાનગી) રસીકરણની કામગીરી કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશ: તેમાં વધારો કરવામાં આવશે. રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન સજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલ ખાતે રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે, હાલ જે સરકારી હોસ્પિટલ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પી.ડી.યુ.સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, કામદાર રાજ્ય વીમા યોજના હોસ્પિટલ, સદર ઞઇંઈ, જંકશન ઞઇંઈ, રામનાથપરા ઞઇંઈ, નારાયણનગર ઞઇંઈ, અઇંખઙ ઞઇંઈ, ન્યુ રઘુવીર ઞઇંઈ,હુડકો ઞઇંઈ, ભગવતીપરા ઞઇંઈ, મોરબી રોડ ઞઇંઈ, ઈંખઅ ઞઇંઈ, કબીરવન ઞઇંઈ, રામપાર્ક ઞઇંઈ, ઈટઉ ઞઇંઈ, પ્રણામી ચોક ઞઇંઈ, કોઠારીયા ઞઇંઈ, શ્યામનગર ઞઇંઈ, વિજય પ્લોટ ઞઇંઈ, નાનામવા ઞઇંઈ, નંદનવન ઞઇંઈ, મવડી ઞઇંઈ અને આંબેડકર ઞઇંઈનો સમાવેશ થાય છે.રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં અનિષ હોસ્પિટલ, બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ, ક્રાઈસ્ટ હોસ્પિટલ, ઇંઈૠ હોસ્પિટલ, જલારામ રઘુકુલ સાર્વજનિક હોસ્પિટલ, ઓલયમ્પસ હોસ્પિટલ, રાજકોટ કેન્સર સોસાયટી હોસ્પિટલ, સદભાવના હોસ્પિટલ, સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, યુનિકેર હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ અને લોટસ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

રિલેટેડ ન્યૂઝ