કોરોના સારારારારા….!!

સોશિયલ
મીડિયામાં વ્યંગસભર ઉજવાય રહ્યો છે કોરોનાનો પ્રથમ (અન્) હેપ્પી બર્થ-ડે!

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ,તા.22
દેશમાં કોરોનાના કેસ ફરી વખત વધવા લાગ્યા છે. એક વર્ષ અગાઉ આજના દિવસે એટલે કે 22 માર્ચ, 2020ના રોજ દેશમાં લોકડાઉનના ટ્રાયલ સ્વરૂપમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો અને લોકોને તેમના ઘરોમાં જ રહેવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. જ્યારે આ ટ્રાયલનું સફળ પરિક્ષણ થઈ ગયું તો તેના બે દિવસ બાદ 24 માર્ચ,2020ના રોજ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું.
હકીકતમાં ગઈકાલથી જ કર્ફ્યુ સોશિયલ મીડિયા પર ટ્રેંડ થવા લાગ્યો હતો. લોકો આ તારીખની ગયા વર્ષ સાથે તુલના કરી રહ્યા છે અને ફની ઈમેજ, મીમ્સ બનાવી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આ તમામ તસવીરો ગયા વર્ષે ખૂબ જ વાયરલ થઈ હતી, જેમાં લોકો થાળી અને તાલી વગાડી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર લોકો ગયા વર્ષના સ્મરણોને યાદ કરી ખૂબ મજા માણી રહ્યા છે.
કોઈ તેને લોકડાઉનનો હેપ્પી બર્થડે કહી રહ્યું છે તો કોઈ કહી રહ્યું છે કે કોરોના ફરી હોળી રમવા પાછો આવી ગયો છે.
સોશિયલ મિડીયામાં એવી સરકાર પર નિશાન તાકી એવી કોમેન્ટ થઇ રહી છેકે, કોરોનાનો વાયરસ ચામાચિડીયામાંથી આવ્યો છે. તે રાત્રે જોઇ શકે છે એટલે જ રાત્રિ કરફ્યુ લદાયો છે. રેલી, ચૂંટણી સભા,સ્ટેડિયમમાં કોરોના ન થાય પણ એકલા કારમાં ફરો તો ય કોરોનાનો ભય ખરો.. કોઇકે એવી પણ કોમેન્ટ કરી કે, કોરોના કેટલો સમજદાર છે, સરકાર ઇચ્છે ત્યારે જ એક્ટિવ થાય છે. કોરોના વકર્યો છે ત્યારે એવી ટિખળ થઇ રહી છે કે, ફરી થાળીવાદન, તાળી વાદન, ઘંટનાદ અને દિવડાં-મિણબત્તી દહનનો કાર્યક્રમ કયારે રાખ્યો છે તે જરા જણાવજો. શાળા -કોલેજો ચાલુ કરાઇને, ફી લઇ લીધી. હવે ફરી બંધ કરી દીધી. બોસ, ગજબનો દાવ છે.. કોરોનાના નવા લક્ષણોને લઇને ય કોમેન્ટ થવા માંડી છે કે, ચૂંટણી પ્રચાર કરો તો કઇં નહી થાય પણ હોળી ધુળેટી ઉજવો તો કોરોના થશે. રાત્રે 10 વાગે પછી કોરોના ફેલાય છે.
સરકારની ટીકા કરતી કોમેન્ટ થઇ રહી છે કે, કૃપયા, રોડ પર મત નીકલીયે, ઘરમાં હી રહે, સરકાર હી આપકો, રોડ પે લે આયેગી. જબ તક દવાઇ નહીં, તબ તક ઢીલાઇ નહીં, લગાતાર હાથ ધોતે રહીયે, કભી નોકરી સે, કભી ધંધે સે, કભી પગાર સે, કભી પેન્શન સે, સરકાર આપકે સાથ હે. એવી ય શંકા વ્યક્ત કરાઇ કે, કોરોના ગુજરાતમાં બીજી વાર આવ્યો પણ પશ્ચિમ બંગાળમાં જતો નથી.
લોકડાઉન વખતે ઘરમાં પૂરાયેલાં પતિદેવોએ રોષ ઠાલવ્યો છે કે, રૂપાણી સાહેબ, હવે મહેરબાની કરીને લોકડાઉન ન કરતાં. પહેલાં લોકડાઉન વખતે તો કચરો, પોતુ, વાસણ, કપડાં ધોવાનું શીખી ગયાં છીએ, હવે લોકડાઉન થયું તો,અથાણાં, પાપડ, વડી, વેફર બનાવવાનું શિખવું પડશે. પત્નિ સાથે સારૂ વર્તન કરજો, ગમે તે ઘડીએ હોટલ-રેસ્ટોન્ટ બંધ થઇ શકે છે. આમ, લોકો સોશિયલ મિડીયામાં રોષ સરકાર વિરૂધૃધ રોષ ઠાલવી રહ્યાં છે.

રિલેટેડ ન્યૂઝ