રાજકોટમાં મસાજ પાર્લરમાં દોઢ લાખનો તોડ કરવા ગયેલી બોગસ પત્રકાર ટોળકી ઝડપાઈ

ભોગ બનનાર લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ: રિમાન્ડની તજવીજ

રાજકોટ તા.6
રાજકોટમાં અસલી નકલી પત્રકારોની હરીફાઈ વચ્ચે વધુ એક ચિતાર ટોળકી તોડપાણી કરવા નીકળતા પોલીસે રંગેહાથ દબોચી લીધી છે યુનિવર્સીટી રોડ ઉપર આવેલ સ્પા પાર્લરમાં મસાજ કરાવ્યા બાદ સોનાનો ચેઇન ચોરી થઇ ગયો હોવાનો આરોપ મૂકી એન એન ન્યૂઝના નામે ચડી બેઠેલા છ શખ્સોએ દોઢ લાખની માંગણી કરતા ગાંધીગ્રામ પોલીસે સગીર સહીત 6 શખ્સોની ધરપકડ કરી છે પાંચેક દિવસ પૂર્વે ગોંડલ રામામંડળમાં મળ્યા ત્યારે તોડનો પ્લાન બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે રાજકોટની સોમનાથ સોસાયટીમાં રહેતા અને યુનિવર્સીટી રોડ ઉપર અરિવા વેલનેશ એન્ડ હેલ્થકેર સ્પા સેન્ટર નામે વ્યવસાય કરતા સંજયભાઈ ટીકારામભાઇ સોનીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તેના સ્પા પાર્લરમાં મસાજ કરવા આવેલા શખ્સોએ સોનાના ચેઇનની ચોરીનો આરોપ મૂકી પત્રકાર તરીકેની ઓળખ આપી દોઢ લાખની માંગણી કરી બદનામ કરવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવતા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ગાંધીગ્રામ પીઆઇ ખુમાનસિંહ વાળા, પીએસઆઇ જનકસિંહ રાણા, પીએસઆઇ એચ વી સોમૈયા અને ડી સ્ટાફની ટીમે દોડી જઈ મસાજ કરાવવા ગયેલા રવિ પ્રકાશભાઈ લાડવા, એક સગીર, એન એન ન્યૂઝના નામે પત્રકાર તરીકેની ઓળખ આપનાર સંજય બાબુભાઇ મકવાણા, સુરેશ જીવરાજભાઈ પાટોલિયા સાથે ગયેલા મયુર કાંતિભાઈ પાણખાણીયા અને ગૌતમ અશોકભાઈ દેથરીયાને સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી છે આ અંગે માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં એસીપી પ્રમોદ દિયોરાએ જણાવ્યું હતું કે ફરિયાદીના સ્પા પાર્લરમાં ગત શનિવારે બે શખ્સોએ મસાજ કરાવ્યા બાદ પોતાનો સોનાનો ચેઇન ચોરાઈ ગયો છે તેવું કહી અન્ય બે સાગરીતોને તથા બે પત્રકારોને બોલાવી બદનામ કરવાની ધમકી આપી દોઢ લાખની માંગણી કરી હતી સ્પા સંચાલકે સમય સુચકતા વાપરી પોલીસને જાણ કરતા તુરંત સ્ટાફ દોડી ગયો હતો અને સગીર સહીત તમામ 6 શખ્સોને અટકાયતમાં લીધા હતા પ્રાથમિક પૂછતાછમાં એન એન ન્યુઝ બરોડાના નામની ચેનલના બંને પત્રકારો હોવાનું અને પકડાયેલા તમામ ગોંડલના મોવૈયા ગામે પાંચેક દિવસ પૂર્વે રામામંડળ જોવા ગયા ત્યાં મળ્યા બાદ મિત્રતા થતા તોડનો પ્લાન ઘડ્યો હોવાનું જાણવા મળ્યું છે બે બોગસ પત્રકારો દોઢેક મહિનાથી એન એન ન્યૂઝના નામે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે સગીર સહીત તમામ આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેમની ધરપકડ કરી અન્ય કોઈ જગ્યાએ તોડ કર્યો છે કે કેમ તે જાણવા તપાસ હાથ ધરવામાં આવશે તેમજ બરોડા હેડ ઓફિસ ખાતે મનીષ જાદવ નામનો શખ્સ હેન્ડલિંગ કરતો હોય તે અંગે તપાસ કરવામાં આવશે આ ટોળકીનો કોઈ ભોગ બન્યું હોય તો પોલીસનો સંપર્ક કરવા એસપી પ્રમોદ દિયોરાએ જણાવ્યું છે

રિલેટેડ ન્યૂઝ