રાજકોટમાં બોગસ ક્લિનિક ચલાવતો ધો.10 પાસ તબીબ ત્રીજીવાર ઝડપાયા

દવા, ઈન્જેકશન, રોકડ અને મેડીકલની સામગ્ર મળી રૂ.23 હજારનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ તા.6
શહેરમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે તો બીજી તરફ નકલી તબીબો પણ ફાટીને ધુમાડે ગયા છે તેમાં પણ એક નકલી તબીબે તો ભારે કરી અગાઉ 2018માં આજી ડેમ પોલીસમાં પકડાયા બાદ નવેમ્બર 2020માં એસઓજીએ તેને પકડ્યો હતો ફરી એક મહિનાથી તે જ સ્થળે આજી ડેમ ચોકડીએ ક્લિનિક ચાલુ કરતા આજી ડેમ પોલીસે આ ધોરણ 10 પાસ નકલી તબીબને ત્રીજી વખત દબોચી લઇ 23601 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે શહેરમાં કોરોના મહામારી વચ્ચે પણ જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા ઘોડા ડોકટરો ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે આજી ડેમ પીઆઇ વી જે ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ ડી વાળા, એએસઆઇ આર બી જાડેજા, યોગેન્દ્રસિંહ ઝાલા અને કાનજીભાઈ જારીયા સહિતનો સ્ટાફ ડ્યુટી ઉપર હતો ત્યારે સ્ટાફને ખાનગીરાહે હકીકત મળી હતી કે આજી ડેમ ચોકડીએ આવેલ શ્રીરામ પાર્કમાં એક શખ્સ કોઈપણ પ્રકારની ડિગ્રી વિના ક્લિનિક ચલાવે છે આ બાતમી આધારે ખરાઈ કરી દવાખાનું લખેલું ક્લિનિક જોવા મળ્યું હતું જેમાં બહાર ડો. બી વી કક્કડ બી એસ એ એમ, એમ આઈ એમ એસ જી બી આઈ 9126 લખેલું બોર્ડ હોય ત્યાં દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન ક્લિનિકમાં એક શખ્સ ગળામાં સ્ટેથેસ્કોપ લટકાવીને બેઠેલો નજરે પડતા તેનું નામઠામ પૂછતાં પોતે સંજય રસિકભાઈ સોમપુરા હોવાનું જણાવતા તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેનું સર્ટિફિકેટ માંગતા તેની પાસે તેવું કોઈ સર્ટી ન હોય અને ડિગ્રી વિના પોતે આર્થિક લાભ મેળવવા સાચી ખોટી સારવાર કરી પૈસા કમાતો હોવાનું સામે આવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી અને ક્લિનીકમાંથી દવા, ઇન્જકેશન, રોકડ, બીપી માપવાનું સાધન સહીત 23601 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો પીએસઆઇ એમ ડી વાળાએ જણાવ્યું હતું કે સંજય સોમપુરાએ ધોરણ 10 સુધી જ અભ્યાસ કર્યો છે અગાઉ 2018માં આજી ડેમ પોલીસે પકડ્યો હતો

રિલેટેડ ન્યૂઝ