25મી એપ્રિલથી રાજકોટ-કોઈમ્બતુર સ્પેશિયલ ટ્રેન દોડશે

25મી એપ્રિલથી રાજકોટ-કોઈમ્બતુર સ્પેશિયલ ટ્રેન દોડશે
(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.7
પશ્ર્ચિમ રેલ્વે દ્વારા દક્ષિણની વધુ એક ટ્રેન શરૂ કરવામાં આવનાર છે. 25મી એપ્રિલથી ટ્રેન નં.06613 રાજકોટ-કોઈમ્બતુર દર રવિવારે સવારે 5:30 કલાકે ઉપડશે. તેવી જ રીતે કોઈમ્બતુર-રાજકોટ ટ્રેન નં.06614 તા.23 એપ્રિલથી દર શુક્રવારે 00:15 કલાકે ઉપડશે.
આ સાપ્તાહિક ટ્રેન સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, વસઈ રોડ, કલ્યાણ, પુના, સોલાપુર, ગુંટકલ, ધર્માવરમ્ (પ્રશાંતિનિલીયમ), કૃષ્ણરાજપૂરમ્, સલેમ સહિતના સ્ટેશને થોભશે. આ ટ્રેનનું બુકિંગ તા.13 એપ્રિલથી શરૂ થશે.

રિલેટેડ ન્યૂઝ