વિદ્યાર્થીઓને માટે કાઉન્સેલિંગ સેન્ટર શરૂ

સ્વનિર્ભરશાળા મંડળ યુનિ.દ્વારા

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા,8
પડેલા ને ઉભો કરવોએ સૌભાગ્ય છે પરંતુ માનસિક રીતે ભાંગેલાને ઉભો કરવોએ પરમ સૌભાગ્યનું કાર્ય છે. પ્રવર્તમાન સ્થિતિમાં નાના-મોટા સૌ માનસીક તણાવ અનુભવી રહ્યા છે અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થી ઓની સમસ્યા દૂર કરવી અને વિદ્યાર્થીઓને તણાવમુક્ત કરવા એ શિક્ષણ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિની નૈતિક ફરજ બને છે તેથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સૌરાષ્ટ યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનનાં સયુંકત ઉપક્રમે રાજકોટ માં વિદ્યાર્થી કાઉન્સેલિંગ સેન્ટરો શરૂ કરાયા છે એ અંતર્ગત મવડી વિસ્તારમાં ઉદગમ સ્કૂલ ખાતે કાઉન્સેલીંગ સેન્ટર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસગે મોટીવેશનલ સ્પીકર શેલેશભાઈ સગપરિયા, જિલ્લા શિક્ષણાધકારી કેલા સર, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમખ ડી.વી. મહેતા સર અને મંડળના હોદેદારો અજયભાઈ પટેલ, પરીમલભાઈ પરડવા, પુષ્કરભાઈ રાવલ, ડો.ડી.કે. વાડોદરિયા, અવધેશભાઈ કાનગડ, તથા મનોવિજ્ઞાન ભવનના વડા ડો.યોગેશ જોગસણ સર તથા તેમની સમગ્ર ટીમ હાજર રહ્યા હતા.
ઉદ્દગમ સ્કૂલ ખાતેના કાઉન્સેલીંગ સેન્ટર માં કાઉન્સેલર માટે મનોવિજ્ઞાન ભવન ના નિષ્ણાતો દ્વારા ઘણા સમયથી ટ્રેનિંગ અપાઇ રહી છે હવેથી તાલીમ લીધેલ અને નિષ્ણાત શિક્ષકો અને મનોવિજ્ઞાન ભવનના પ્રતિનીધી દ્વારા કાઉન્સેલીંગ કરવામાં આવશે, દરરોજ સાંજે 4:30 થી 6:00 વાગ્યાના સમય સુધીમાં અપોઇમેન્ટ લઇ ત્યારબાદ કોઇપણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકે એ પ્રકારનું આયોજન કરાયું છે. કાઉન્સેલિંગ સેન્ટર ઉદ્દગમ સ્કૂલ ખાતે ખૂબ જ આકર્ષક કાઉન્સેલીંગ રૂમ બનાવવામાં આવ્યો છે કે જ્યાં વિદ્યાર્થી હકારાત્મકતા અને માનસીક શાંતિનો અનુભવ કરી શકે અને પોતાના ધ્યેય તરફ નિશ્ચીત થઈને આગળ વધી શકે. ઉદગમ સ્કૂલ ખાતેનાં કાઉન્સેલીંગ સેન્ટર શરૂ કરવા અને ઉદઘાટન પ્રસંગને સફળ બનાવવા સ્કૂલનાં સંચાલક હર્ષદભાઈ જલુ અને જયદીપભાઈ જલુના માર્ગદર્શન હેઠળ સ્કૂલની સમગ્ર ટીમે કાર્ય કર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ