કોરોના સામે સ્વયંભૂ લોક લડત યથાવત: શુક્ર, શનિ, રવિ લોકડાઉન

મેંદરડા તા.14થી 30 સ્વયંભૂ બંધ: જામનગરમાં વેપારી-ઉદ્યોગ સંપૂર્ણ બંધ: પાટણવાવ સહિતના યાત્રાધામો દર્શનાર્થીઓ માટે બંધ: ધ્રોલ માર્કેટ યાર્ડમાં જણસીની ઉતરાઈ બંધ: વડિયામાં રવિવારથી આઠ દિવસનું સહમતીથી લોકડાઉન

જૂનાગઢના 6 મંદિરો 30મી સુધી દર્શનાર્થીઓ માટે બંધ


ભાવિકો ઓનલાઈન દર્શન કરી શકશે
જૂનાગઢ: જુનાગઢમાં કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે શહેરની ધાર્મિક સંસ્થાઓ પણ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાઇ છે, શહેરના જવાહર રોડ ઉપર સ્થિત મુખ્ય સ્વામિનારાયણ મંદિર અને કોલેજ રોડ ઉપર આવેલ ભૂતનાથ મહાદેવ મંદિર, જલારામ મંદિર સહિતના 6 જેટલા મંદિરો કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જવાહર રોડ સ્થિત સુવર્ણ શિખર સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મુખ્ય કોઠારી પ્રેમસ્વરૂપ હરિપ્રસાદજીના જણાવ્યા અનુસાર, કોરોનાના કેસોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આગામી તા. 30 એપ્રિલ સુધી મંંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. હરિભક્તો ભગવાનના શણગારના દર્શન ઓનલાઇન અને સોશ્યલ મિડીયાના માધ્યમથી કરી શકશે. જ્યારે ભૂતનાથ મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર ભૂતનાથ મંદિર તા. 30 એપ્રિલ સુધી તમામ ભાવિકો, દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. પૂજારી દ્વારા મંદિરની દૈનિક ધાર્મિક પૂજા વિધી, આરતી મંદિરના નિયમ પ્રમાણે કરવામાં આવશે. આજ રીતે જૂનાગઢની હવેલી ગલી ખાતે આવેલ જલારામ બાપા અને વિરબાઇ માંનું મંદિર, પંચહાટડીમાં આવેલ નગરશેઠની હવેલી ખાતેનું ભગવાનનું મંદિર તેમજ રાયજીનગર ખાતેનું લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર પણ કોરોનાના વધતાં જતાં કેસોને ધ્યાને લઇ 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંંધ રહેશે. ત્રણેય મંદિરો ખાતે સત્સંગ, ભજન, હવન, સહિતના ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે, માત્ર પૂજારી દ્વારા પૂજા અને આરતી થશે. તેવી નિર્ણય ત્રણેય મંદિરોનું સંચાલન કરી રહેલા જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયર મહેન્દ્રભાઇ મશરૂ દ્વારા લેવાયો છે.

સાવરકુંડલામાં બંધ તો ખરું પણ વેપારીઓ મુંઝવણમાં

મોંઘવારીમાં બે છેડા ભેગા કરવા મુશ્કેલ


સાવરકુંડલા: સાવરકુંડલા માં બજારમાં ધોળા દિવસે લોક ડાઉનલોડ જેવી પરીસ્થીતી વેપારીઓ મુંજવણમાં મુકાયા છે. હવે શું કરવું કારણે સરકાર કોઈ યોગ્ય નિર્ણય લેતી નથી કોઈ જાહેરાત કરતી નથી કોરોના ના મહામારીમાં નાના વેપારીઓને ભાડા લાઈટ બીલ માણસો ના પગાર કે પોતાના ધર નું ભરણ પોષણ એક મોટો પ્રશ્ન છે. એક તરફ થી એવો પણ રોષ છે કે ચુંટણીમાં કોઈ ને વાંધો ન હતો હાલ ગ્રાહક નિકળે તો પણ 1000 દંડ વસૂલ કરવામાં આવે હાલની પરીસ્થીતી માં કોઈ પાસે નથી ધધો કે રોજગાર એટલી મોંધવારી કે ધરના ચાર છેડા ભેગા કરવા મુશ્કેલ તો આ રાજકીય નેતાઓ હાલ ક્યાં છે તેવો રોષ ફાટી નીકળ્યો છે.

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.14
કોરોનાના વધતા જતા કેસને પગલે શહેરો-ગામોમાં વેપારીઓ-લોકો સ્વૈચ્છીક સ્વયંભૂ આંશિક લોકડાઉન પાળવા લાગ્યા છે. સૌરાષ્ટ્રમાં બજારોની સાથે સાથે ધાર્મિક સ્થળોએ પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા દર્શન ભાવિકો માટે બંધ કર્યા છે, ક્યાંક આ ધર્મસ્થાનકોએ ભાવિકો માટે પ્રભુના ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરાઈ છે. માર્કેટીંગ યાર્ડોએ પણ કેટલાક દિવસ માટે જણસીની આવક બંધ કરી દીધી છે. કેટલાક શહેરો-ગામોમાં શુક્ર, શનિ, રવિ તા.16, 17, 18 સ્વૈચ્છીક લોકડાઉનનો વેપાર-ઉદ્યોગો દ્વારા નિર્ણય લેવાયો છે.
જામનગર
જામનગર માં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે તેની ગંભીરતાને ધ્યાનમાં લઈને જામનગર શહેર ના લગભગ તમામ વેપારી સંગઠનો-ઔદ્યોગિક સંગઠનોના હોદ્દેદારો-અગ્રણીઓ ની એક બેઠક આજે યોજાઈ હતી. જેમાં કોરોના સંક્રમણની ચેઈન ને તોડવા માટે જામનગર માં તમામ વેપાર-ધંધા-દુકાનો-ઉદ્યોગો આગામી શુક્ર, શનિ અને રવિવાર એટલેકે તા. 16, 17 અને 18 એપ્રિલ ત્રણ દિવસ માટે સ્વૈચ્છિક રીતે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સ્વૈચ્છિક બંધ કોઈ એક સંસ્થા કે સંગઠન દ્વારા લોેવાયો નથી, પણ સમગ્ર જામનગરની જનતાના હિતમાં, વેપારીઓના હિતમાં લેવાયો હોવાનું ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
આજે આ મહત્ત્વપૂર્ણ સામૂહિક નિર્ણયની જાણ કરવા માટે યોજાયેલ પત્રકાર પરિષદમાં વેપારી મહા મંડળ ના પ્રમુખ સુરેશભાઈ તન્ના, ગ્રેઈન મર્ચન્ટ એસો.ના પ્રમુખ જીતુભાઈ લાલ, ઉદ્યોગ એસો.ના પ્રમુખ લાખાભાઈ કેશવાલા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં, જો કે હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને અન્ય તમામ સંગઠનોના હોદ્દેદારો હાજર રહ્યા ન હતાં, પણ આ સંપૂર્ણપણે સામૂહિક નિર્ણય હોવાનું જણાવાયું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું
કે, જામનગરમાં વેપાર-ધંધા-ઉદ્યોગો-દુકાનના આ સ્વૈચ્છિક બંધમાં લગભગ તમામ વેપારીઓએ સ્વયંભૂ બંધમાં જોડાવાની અને સહકાર આપવાની ખાત્રી આપી છે, ત્યારે જામનગર શહેર-જિલ્લાની જનતાને પણ આ ત્રણ દિવસ દરમિયાન કોઈપણ ખરીદીના બહાને કે કારણ વગર બહાર નહીં નીકળવા અને આ બંધને સફળ બનાવવા સહકાર આપવા ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.
વડિયા
કોરોના મહામારી ના બીજા તબક્કા માં સંક્રમણ બેકાબુ બનતા દિન પ્રતિદિન વડિયા અને આસપાસ ના વિસ્તાર માં કોરોના સંક્રમણ વધતા કેસની સંખ્યા વધી રહી છે ત્યારે આસપાસ ના ગામના લોકો અને વડિયા માં કોરોના સંક્રમણ ને રોકવા માટે વડિયા ના વેપારીઓ ની એક મિટિંગ વડિયા ગ્રામપંચાયત ના ગ્રાઉન્ડ માં સામુહિક વિચાર અને ચર્ચા કરવા મળી હતી. તેમાં તમામ વેપારીઓની સર્વ સહમતી થી રવિવાર ને 18/4 થી 25/4 સુધી આઠ (8)દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય માં આવશ્યક સેવા જેવીકે શાકભાજી, દૂધ, ફ્લોર મિલ ને માટે સવાર અને સાંજ 6 થી 9 વાગ્યાં સુધી ખુલ્લા રાખવા અને મેડિકલ સેવા સમગ્ર દિવસ ઉપલબ્ધ રહેશે એ સિવાય ની તમામ પ્રકાર ના વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના સંક્ર્મણ ની સાંકળ ને તોડવા માટે વડિયા ના વેપારી મંડળ ના પ્રમુખ મિતુલ ગણાત્રા, જિલ્લા પંચાયત ના સદસ્ય વિપુલ રાંક, સરપંચ છગનભાઇ ઢોલરીયા અને વેપારી મંડળ ના આગેવાનો, વેપારીઓ અને અગ્રણીઓ ની મિટિંગ માં આ વડિયા વિસ્તાર ના વધતા કોરોના સંક્ર્મણ ને રોકવા લેવામાં આવ્યો છે.
પાટણવાવ
ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલ ઐતિહાસિક ઓસમ પર્વત પર જયાં આદ્યશકિત માત્રી માતાજી, ભીમનાથ મહાદેવ તેમજ ટપકેશ્વર મહાદેવ સહિત અન્ય ધાર્મિક સ્થળો આવેલા છે. ઉપરોકત ધાર્મિક સ્થળે પધારતા યાત્રિકો-દર્શનાર્થીઓ-સેવકો-ભકતોને વિનંતી કે સરકારના આદેશ અનુસાર ઓસમ પર્વતના તમામ મંદિરો તા. 12-4-2021થી તા. 30-4-2021 સુધી સદંતર બંધ રહેશે.
ભેંસાણ
ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં 3-4 વેપારીઓ કોરોના સંક્રમિત થતા શનિવાર સુધી તમામ જણસીની આવકો બંધ કરી રજા જાહેર કરી દેવામાં આવી છે. જેને લઇને કોઇપણ ખેડૂત પોતાની જણસી લઈને યાર્ડમાં આવે તે પહેલાં યાર્ડના સત્તાધીશોનો સંપર્ક સાધવા માટે અપીલ કરવામાં આવી છે.
મેંદરડા
મેંદરડા શહેરના મહામારીને અત્યંત જરૂરી હોય શહેરના વિવિધ સમાજના નાના મોટા તમામ વેપારીઓને તારીખ 14 થી તારીખ 30 સુધી પંદર દિવસ સ્વયંભૂ હજ્ઞભસમજ્ઞૂક્ષ રાખવાનો નિર્ણય કર્યા છે વેપારી મંડળે કોરોના સાથે શરૂ કરેલ સંયુક્ત લડતને નગરજનોએ આવકારી છે. આ દરમિયાન તમામ વેપારીઓ સવારે 8 થી 2 વાગ્યા સુધી ખુલા રહેવાનો નિર્ણય કરાયો હતો. તેમજ મેડિકલ દૂધ શાકભાજી આખો દિવસ ખુલ્લો રહેવાનો નિર્ણય કરાયો હતો તેમજ લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અનુરોધ કરાયો હતો તમામ દુકાનો બંધ થતાં નાના વેપારીઓ સાથ સહકાર આપ્યો હતો.
રાજુલા
રાજુલા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ધ્વરા સંચાલિત રાજુલા કૃષ્ણનગર માં ગાયત્રી શક્તિ પિઠ (ગાયત્રી મંદિર ) આજ તા. 14.4.2021 થી તા. 30.4.2021.સુધી ટ્રસ્ટી મંડળ ધ્વરા દર્શનાર્થી ઓ માટે સંપૂર્ણ બંધ રાખવા માં આવશે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સ્વેછાએ આ નિણર્ય લિધેલ છે લોકો ની સુખા કારી સારી રહે તે માટે સવારે આરતી પૂજા તેમજ યજ્ઞ માં માત્ર પૂજારી જ હાજર રહેશે તેમજ આ શક્તિ પિઠ નો 38 મોં પાટોત્સવ તા. 25.4.2021ના રોજ છે તે પણ માત્ર મૂર્તિ પૂજા કરીને બીજા ધાર્મિક કાર્યક્રમ બંધ રાખવા માં આવશે તેમ ટ્રસ્ટી મંડળ ની યાદી જણાવે છે.
કોડીનાર
વધતા કેસોને ધ્યાને લઈ કોરોનાની ચેઈન તોડવા માટે આગામી તા.16/17 તથા 18 એપ્રિલના રોજ સંપૂર્ણ લોકડાઉન કરવા નિર્ણય લેવામાં આવનાર છે. ત્યારે કોઈ ખોટી રીતે ન દેખાય અને સંપૂર્ણપણે નિતિ નિયમોનું પાલન કરી તંત્રને સહકાર આપે તે ઈચ્છીનય છે. કોડીનાર તાલુકાના શહેરીજનો તથા વેપારીમિત્રો આ બાબતે સંપૂર્ણ સહકાર આપે તેવી અપીલ કરાઈ છે.
ધ્રોલ
ધ્રોલ-જોડીયા તાલુકામાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ધ્રોલ માર્કેટ યાર્ડના સત્તાવાળાઓ તરફથી જણસીની ઉતરાઈ અનીશ્ર્ચીત સમય સુધી બંધ કરવામાં આવેલ છે. હાલની પરિસ્થિતી ખૂબ જચિંતાજનક છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારો કોરોના પોઝીટીવ કેસ વધુ પ્રમાણમાં આવી રહેલ છે. જેના અનુસંધાને અનેક ગામડાઓ સ્વયંભૂ બંધ પાળી રહેલ છે. ધ્રોલ માર્કેટ યાર્ડમાં પણ તમામ પ્રકારની જણસીની ઉતરાઈ યાર્ડમાં અનિશ્ર્ચીત સમય સુધી બંધ કરવામાં આવી છે. તેમજ જ્યાં સુધી નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી જણસીની ઉતરાઈ કરવામાં નહીં આવે તેવી યાદી પઠવવામાં આવેલ છે.
ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના-2નું સંક્રમણ ઉત્તરોતર વધતુ જાય છે. ત્યારે તાલુકાના મજોઠ ગ્રામ પંચાયતો દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા ગ્રામજનો માટે નિર્દેશો બહાર પાડેલ છે. જ્યારે વાંકીયા ગ્રામ પંચાયત દ્વારા આંશિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવેલ છે.
ત્રાકુડા
ડેડાણની સાથે ત્રાકુડા ગામે પણ આજથી તા.14થી સ્વૈચ્છીક બંધ પાળવાનો નિર્ણય લેવાયો હતો. ત્રાકુડાના ઉપ સરપંચ અને રાજવી પરિવારના દરબાર જયરાજભાઈ કોટીલાના આ નિર્ણયને માન આપીને ત્રાકુડાના તમામ વેપાર ધંધા બંધ રાખીને ડેડાણ ગામ બંધમાં જોડાશે.
ગડોદર
માળીયા હાટીના તાલુકાના ગડોદર ગામે કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાને લઇને સરપંચ દ્વારા આજે તા. 14 થી લોકડાઉન જાહેર કરી ગામલોકોને સાથ, સહકાર આપવા અપીલ કરી હતી. ગડોદર ગામના સરપંચ દ્વારા ગામના વેપારીઓને જણાવવામાં આવ્યું હતું કે, વેપારીઓને સવારે 7 થી બપોરના 12:30 વાગ્યા સુધી દુકાનો ખોલવાની રહેશે. જો કોઇપણ વેપારી બપોર પછી દુકાન ખોલશે તો તેને દંડ પેટે ગૌશાળામાં રૂ. 1000 ભરવાના રહેશે.

રિલેટેડ ન્યૂઝ