રાજકોટમાં ફોનની લેતી-દેતી મુદ્દે તરૂણને ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો

મનપામાં ફરજ બજાવતા પિતાએ એકનો એક પુત્ર ગુમાવતા પરિવારમાં શોક : પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.14
રાજકોટમાં ફરી એક વખત સરાજાહેર ખૂની ખેલ ખેલાયો છે જેમાં 16 વર્ષીય તરુણને ફોનની લેતી-દેતી મુદ્દે એક શખ્સ અવારનવાર પૈસા માંગી બીજી તરફ મૃતક ના પરિવારજનોને જાણ થતાં પીએમ રૂમ ખાતે આક્રંદ કરતા તેના પરિવારજનો આવી પહોંચ્યા હતા. ત્યારે પરિવારજનો દ્વારા આરોપીને તાત્કાલિક અસર થી ઝડપી લેવા માંગણી કરવામાં આવી છે.
રાજકોટ શહેરના ચૂનારાવાડ ચોક પાસે બુધવારના રોજ સરેઆમ બપોરના બે થી ત્રણ વાગ્યાના અરસામાં ખૂની ખેલ ખેલવા માં આવ્યો હોવાનું સામે આવ્યું છે. 16 વર્ષના આયુષ બારૈયા નામના તરુણની ડેવિલ સોલંકી, આદિત્ય ઘોરી, કેવલ સહિતના ચાર સખશો દ્વારા હત્યા નીપજવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં મૃતક આયુષના મિત્ર નિતીન વાઘેલા કે જે બનાવ સમયે તેની સાથે હતો તેણે જણાવ્યું હતું કે, આયુષ સમાધાન બાબતે જવાનું છે તેવું કહેતો હતો. જેથી સમાધાનમાં હું પણ તેની સાથે ગયો હતો. પાંજરાપોળ ખાતે અમે બંને મળ્યા હતા અને ત્યારબાદ આગળ ચોક માં જતા સમાધાન કરવા આવેલા શખ્સોએ અમને માર મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ છરીનો એક ઘા અને અને એક ઘા આયુષ ને માર્યો હતો. ત્યાર બાદ અમે બંને પોતપોતાની રીતે જીવ બચાવવા ભાગ્યા હતા. આયુષે મને કહ્યું હતું કે, ફોન બાબતે મારી પાસે ઉઘરાણી કરવામાં આવી રહી છે. જે બાબતનો ડખ્ખો છે તેથી આજે સમાધાન કરવા જવાનું છે.
ફોન બાબતે ગમે ત્યારે મારી પાસેથી સો બસો રૂપિયાની ઉઘરાણી કરી લે છે. ત્યારે આજરોજ આયુષ ભાઈ ને આદિત્ય ઘોરી નો ફોન આવ્યો હતો જે સમયે પ્રશાંત ભાઇ પણ તેમની સાથે હતા. ત્યારે સમગ્ર મામલે હાલ થોરાળા પીઆઇ બિ.એમ કાતરીયા અને તેમની ટીમ દ્વારા મૃતકના પિતા કે જેઓ કોર્પોરેશનમાં નોકરી કરતા હોય તેની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓ ની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ત્યારે આરોપીઓના ઝડપાયા બાદ જ ખ્યાલ આવશે કે આખરે હત્યાનો ખૂની ખેલ માત્ર મોબાઈલ અને તે બાબતના પૈસા બાબતે ખેલાયો હતો કે પછી કારણ બીજી કઈક ઔર જ છે બીજી તરફ એકના એક પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

રિલેટેડ ન્યૂઝ