સંક્રમિત 40 પરિવારોને ભોજન પહોંચાડતી પોલીસ

શહેરમાં એક તરફ કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે બીજી તરફ મોતનો આંકડો પણ એટલો જ વધી રહ્યો છે આવી પરિસ્થિતિમાં કોરોના સંક્રમિત થયા બાદ ક્વોરોન્ટાઇન કરાયેલા પરિવારો ઘરમાં જ રહે અને તેઓને ઘર બેઠા જ ભોજન મળી રહે તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાલુકા પીઆઇ જે વી ધોળા અને સ્ટાફે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય મોટા મૌવાના સહયોગથી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંક્રમિત થયેલા 40 પરિવારોને ઘરે ઘરે જઈને ભોજન પહોચાડ્યું હતું આ ઉપરાંત અન્ય કોઈ પરિવારને ટિફિનની જરૂરિયત હોય તો તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે (તસવીર પ્રવીણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ