રાજકોટમાં ચા-પાનની હોટલમાં શોક સર્કિટથી આગ: સાત લાખનું નુકશાન

65 હજાર રોકડા, ફિઝ, પાન-મસાલા સહિતની વસ્તુઓ ખાખ

રાજકોટ તા.16
રાજકોટના સદર બજાર પાસે પારસી અગિયારી ચોકમાં વર્ષો જૂની ખોડિયાર હોટલ અને પાનની દુકાનમાં ગત મોડી રાત્રે શોક સર્કિટને લીધે ભીષણ આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગને લીધે 7 લાખનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે એક વેપારીને માલના 65 હજાર આપવાના હોય જે દુકાનમાં રાખ્યા હતા તે પણ બળી ગયા હતા ફ્રીઝ, પાન-મસાલા સહિતની તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ ગઈ છે.
શહેરના પારસી અગિયારી ચોકમાં રાજ કોમ્પ્લેક્ષમાં આવેલી પ્રખ્યાત ખોડિયાર ટી સ્ટોલ અને પાન સેન્ટર નામની દુકાનમાં ગત મોડી રાત્રે આશરે દોઢેક વાગ્યાના સુમારે અચાનક આગ ભભૂકી ઉઠતા આગ અંગે કંટ્રોલમાં જાણ કરતા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગને લીધે સાત લાખ રૂપિયાનું નુકશાન થયું હોવાનું માલિકે જણાવ્યું હતુ એક વેપારીને 65 હજાર રૂપિયા ચૂકવવાના હોય તે પૈસા પણ દુકાનમાં રાખ્યા હતા જેમાં 500ના દરની ચલણી નોટો હતી જે 65 હજાર રૂપિયા પણ બળી ગયા હતા આગને લીધે દુકાનમાં રહેલ દૂધ રાખવાનું ફ્રીઝ, પાનની દુકાનનું મોટું ફ્રીઝ, પાન-મસાલા, તંબાકુ, ફર્નિચર સહિતની તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ ગઈ હતી હોટલમાં ચા બનાવવા માટે ખાંડનો મોટો જથ્થો પડ્યો હતો જે ખાંડને લીધે આગને વેગ મળ્યો હોવાનું પણ માલિકે જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ