રાજકોટમાં કિકેટ સટ્ટો રમતા વેપારી સહિત બેની ધરપકડ

ભગવતી પરામાંથી 60 બોટલ દારૂ મળ્યો: બુટલેગરની શોધખોળ

રાજકોટ તા.16
શહેરમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ડીસીબીની ટીમે કુવાડવા રોડ ઉપરથી ક્રિકેટ સટ્ટો રમતા મરઘાના વેપારી સહીત બે શખ્સોને ઝડપી લઇ રોકડ-ફોન સહીત 10 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે જયારે બીજી ટીમે ભગવતિપરામાંથી 60 બોટલ દારૂ ભરેલું એક્સેસ ઝડપી લઇ નાશી છૂટેલા બુટલેગરની શોધખોળ હાથ ધરી છે શહેરમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ડીસીબી પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વનરાજસિંહ જાડેજા અને ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એએસઆઇ જયેશભાઇ નિમાવત અને મહેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે નવાગામ મેઈન રોડ ઉપર જલારામ ટ્રાન્સપોર્ટ પાસે દરોડો પાડી બજરંગવાડી રાજીવનગરમાં રહેતા મરઘાના વેપારી સુલેમાન કરીમભાઇ કટારીયા અને નાગેશ્વર પટેલ ચોકમાં રહેતા નિલેશ ઉર્ફે મોન્ટુ રાજેશભાઈ ગોહેલને બેટ એક્સ 99 નેટ અને પ્રાઇડ એક્સ 999.કોમ નામની આઈડી ઉપર જુગાર રમતા ઝડપી લઇ રોકડા 5000 અને ફોન સહીત 10 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો તેમજ પીએસઆઇ પી બી જેબલીયા, ક્રિપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા સહિતની ટીમે બાતમી આધારે ભગવતીપરામાં બાળકોના સ્મશાન પાછળ દરોડો પાડી દારૂની 60 બોટલ ભરેલું એક્સેસ મળી આવતા કબ્જે કરી પોલીસ પહોંચે તે પૂર્વે જ નાશી છૂટેલા મહમદહનીફ હબીબભાઇ શેખ સામે ગુનો નોંધી દારૂ-વાહન સહીત 56800 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે તેમજ એરપોર્ટ પોલીસે બામણબોર ચેકપોસ્ટ ઉપરથી મૂળ રાજસ્થાનના હાલ ભાદર ડેમ રહેતા રણજીતસિંહ મખનલાલ યાદવને 2400 રૂપિયાની 6 બોટલ દારૂ સાથે દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

રિલેટેડ ન્યૂઝ