રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્યુન સહિત છ ના બેભાન હાલતમાં મોત

ગઈકાલે પણ 9 લોકો બિમારીને લીધે મોતને ભેટયા તા

રાજકોટ તા.16
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં યમરાજાએ જાણે ધામા નાખ્યા હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે સારવાર અર્થે દાખલ થયેલા 9 દર્દીઓના બેભાન હાલતમાં મોત નીપજ્યાની ઘટના બાદ આજે કલેકટર કચેરીના પ્યુન સહીત વધુ 6 દર્દીના બેભાન હાલતમાં મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે
શહેરના જામનગર રોડ ઉપર આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતાં અને કલેકટર કચેરીમાં પ્યુન તરીકે નોકરી કરતાં અશોકભાઇ દેવજીભાઇ બારોટ ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બીજા બનાવમાં પેડક રોડ પર ગાંધી સ્મૃતી સોસાયટીમાં રહેતાં રશ્મીબેન નિલેષભાઇ કુકરવાડીયા ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મોત નિપજ્યું હતું. ત્રીજા બનાવમાં ભગવતીપરા બોરીચા સોસાયટીમાં રહેતાં ગીતાબેન જીલુભાઇ ધોળકીયા ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નીપજ્યુ હતું ચોથા બનાવમાં જામનગર રોડ પુનિતનગરમાં રહેતાં મીનાબેન અરૂણભાઇ સોઢા ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. પાંચમા બનાવમાં જામનગર રોડ પર આવેલા સદ્દભાવના વૃધ્ધાશ્રમમાં રહેતાં નારણભાઇ કાનજીભાઇ પરમાર સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. આ અંગે પડધરી પોલીસને જાણ કરાઇ હતી. છઠ્ઠા બનાવમાં યુનિવર્સિટી રોડ પર હરિનગરમાં રહેતાં નયનભાઇ મેવાલાલ કનોજીયા ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી.

રિલેટેડ ન્યૂઝ