રાજ્ય સરકાર અંકુશ વગરની : ગુજરાતનો રેમડેસિવર ઓક્સિજનનો જથ્થો બીજા રાજ્યમાં ચાલ્યો ગયો

કોંગ્રેસના ચાબખા : ઘરના ઘંટી ચાટે પાડોશીને આટો : વશરામ સાગઠિયા

અંબાણી, અદાણી, ઝાયડસ જેવા ઉદ્યોગપતિઓ સરકારને ચલાવે છે : કોંગ્રેસ

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી એ કોરોના મહામારી સંદર્ભે જણાવ્યું છે કે હાલ રાજ્યમાં રેમડેસીવીર અને ઓક્સીજન તેમજ હોસ્પિટલમાં બેડની અછતથી નિર્દોષ લોકોના મૃત્યુ થઇ રહ્યા છે ત્યારે ગુજરાતમાં જ ઉત્પાદન થતા રેમડેસીવીર , ઓક્સીજન ની તાતી ઘટ પડી રહી છે ત્યારે લોકોને મદદમાં આવવાની જગ્યાએ રાજ્ય સરકારને કમાણી કરવામાં રસ છે આથી ગુજરાત રાજ્યમાં અનેક નિર્દોષ લોકોએ સરકારની લાપરવાહી થી પોતાની જાન ગુમાવવી પડી રહી છે.
શ્રી વશરામભાઈ સાગઠીયા એ જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર હાલ શાસન કરી રહી છે અને ગુજરાતમાં રેમડેસીવીર અને ઓક્સીજનનું ઉત્પાદન ભરપુર થઇ રહ્યું હોય ત્યારે બીજા રાજ્યમાં બેઠેલી ભાજપ સરકાર જ આ દવાનો જથ્થો હાથમાંથી લઇજઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર શું કરી રહી છે એ ખબર નથી પડતી અને લોકોમાં પણ આ ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે કે ઘરના ઘંટી ચાટે ને પાડોશી ને ત્યાં આંટો.આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં બેઠેલી ભાજપની રાજ્ય સરકાર કોઈ જ વસ્તુ ને અંકુશમાં રાખી શકતી નથી અને અંબાણી,અદાણી, ઝાયડસ, વગેરે જેવા ઉદ્યોગપતિઓ જ આ સરકારને ચલાવે છે આથી આ ભાજપ સરકાર પાસે રાજ્યમાં ઉત્પાદન થતી વસ્તુઓ અને કોવીડમાં સંજીવની જડીબુટ્ટી સમાન રેમડેસીવીર અને ઓક્સીજન સહિતની નિકાસો ઉપર રાજ્ય સરકારના હાથમાં કોઈ જ અંકુશ નથી જેથી આ નિષ્ફળ સરકાર શાબિત થવાના પુરાવા છે.શ્રી મકબુલભાઈ દાઉદાણીએ જણાવ્યું છે કે સરકારની જાણ બહાર જ રેમડેસીવીર અને ઓક્સીજનનો જથ્થો બીજા ભાજપ સાશિત રાજ્યમાં ગયો છે એટલું જ નહી પરંતુ રેમડેસીવીરની જયારે સમગ્ર ભારતદેશમાં અછત છે ત્યારે પાંચ હજાર ઇન્જેશ્ન સી.આર.પાટીલ પાસે ક્યાંથી આવ્યા ? તેની તપાસ કેન્દ્રમાંથી થવી જોઈએ તેની બદલે ભાજપ સરકાર તેને છાવરી રહી છે.કોરોનાથી પીડાઈ રહેલા ઘણાં દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેક્શન જીવનદાન સમાન છે ત્યારે રાજ્યમાં માર્યાદિત પુરવઠો હોવાથી આ ઇન્જેક્શનની અછત સર્જાઈ છે આવી પરિસ્થિતિઓમાં થોડા દિવસો પહેલા સુરત ભાજપ કાર્યાલયેથી સી.આર.પાટીલે પાંચ હજાર રેમડેસીવીરનું વિતરણ કર્યું છે કેન્દ્ર સરકાર પણકહી રહી છે કે રેમડેસીવીરએ એક એન્ટીવાઈરલ દવા છે અને ઓક્સીજનની ઘટ હોય તેવા ગંભીર દર્દીઓને તે આપવા જોઈએ.આટલું જ નથી પણ ગુજરાત સરકારને બદનામ કરવા ઉત્તર પ્રદેશ ભાજપની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે 11,400 રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો અલગ અલગ પ્લેનમાં મોકલવામાં આવ્યો છે અને કુલ 17,000 રેમડે સીવીરનો જથ્થો યુ.પી.માં મોકલવામાં આવ્યો છે. આથી આ ગુજરાતમાં બેઠેલી ભાજપ સરકાર નિરંકુશ સરકાર સાબિત થાય છે અને ગુજરાતના મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આ બાબતે કોઈ જ જવાબ આપતા નથી અને મૌન સેવીને બેઠા છે.જો આવી ને આવી પરિસ્થિતિ રહેશે તો હવે લોકોએ સરકારના ભરોસે નહિ પણ ભગવાન ભરોસે જિંદગી જીવવી પડશે અને ભાજપ સરકાર કોરોનાને નાથવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે તેવું પ્રજાજનોને સ્પષ્ટતા થઇ રહી છે

રિલેટેડ ન્યૂઝ