શહેરની અનેક બજારોમાં આજથી 3 દી સ્યંભૂ લોકડાઉન

સોનીબજાર, દાણાપીઠ, ટ્રાન્સપોર્ટ, ઉદ્યોગ, ટીવી એમ્પ્લાયસીસના વેપારી, પાન-બીડી, શૌરકર્મના ધંધાર્થીઓ બંધમાં જોડાયા

કોરોના સામે હવે લોકોનો જ સ્વૈચ્છિક બંધનો પ્રતિકાર

ડિલક્સ પાનની 50 દુકાનદસ દિવસ સ્વૈચ્છિક બંધ
કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે ડીલકસ પાન દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડીલક્સ પાન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સોમવારથી 10 દિવસ સુધી શહેરમાં આવેલી 50થી વધુ ડીકલસ પાનની દુકાનો બંધ રહેશે. ડીલક્સ પાનની દુકાનો પર 10 દિવસ સુધી દુકાન સંપૂર્ણપણે બંધ રાખવાની સ્ટિકર પણ લગાવવામાં આવ્યા છે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં રવિવારે લોકડાઉન
રાજકોટ શહેરમાં વિવિધ વેપારી સંગઠનો સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળ્યા છે. ત્યારે કોરોનાના સૌથી વધુ સંક્રમણનો ખતરો રહેલો છે તેવા માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં આગામી રવિવારે એક દિવસ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવેલ છે માટે શનિવારે સાંજ બાદ ખેડૂતોને શાકભાજી નહીં લાવવા અને વેપારીઓને શાકભાજી ખરીદવા માટે માર્કેટ યાર્ડમાં નહીં આવવા અપીલ કરવામાં આવી છે. રવિવારે શાકભાજીની હરરાજી બંધ રાખવામાં આવેલ છે. જ્યારે સોમવારે યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેનાર છે.

પટેલ બ્રાસમાં એક અઠવાડિયાનું લોકડાઉન: નરેશ પટેલ
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પોતાની કંપની પટેલ બ્રાસમાં એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરીને નવી પહેલ કરી છે. નરેશભાઈ પટેલે કોરોનાની ચેઈન તોડવા પોતાની કંપનીમાં અઠવાડિયાનું લોકડાઉન જાહેર કરેલ છે. આ કંપનીમાં 450થી વધુ શ્રમિકો કામકરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ નરેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજકોટ તા,16
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના આક્રમણને ખાળવા રાજકોટના વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉન ભણી વળ્યા છે અને આજથી રાજકોટમાં સોનીબજાર ઉપરાંત દાણાપીઠ, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, કોસ્મેટીક્સનાા વેપારીઓ, અમુક પાન-બીડીના વેપારી તેમજ વોર્ડ નં.16ના ક્ષોરકર્મના ધંધાર્થીઓ દ્વારા ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન શરુ કરાયું છે.આ સિવાય શહેરમાં ટીવી એપ્લાયસીસ ટ્રેડર્સ દ્વારા પણ નાના-મોટા તમામ દુકાનો-શોરુમ ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
રાજકોટમાં કોરોના મહામારીના બીજા રાઉન્ડમાં કોરોનાના કેસનું સંક્રમણ ખતરનાક રીતે ફેલાઈ રહ્યુ છે અને રોજેરોજ કોરોનાથી લોકોના મૃત્યુઆંક અને કોરોનાના કેસોમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ગત શનિ-રવિથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આખો એપ્રિલ માસ સ્વૈચ્છિક વીકએન્ડ લોકડાઉનની અપીલ કરવામાં આવાી હતી પરંતુ મોટાભાગના વેપારીઓએ આ અપીલ અવગણીને વેપાર-ધંધા ચાલુ રાખ્યા હતા. એકમાત્ર સોની બજારમાં દુકાનો બંધ રહી હતી.
પરંતુ છેલ્લા 4-5 દિવસમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનતા અને હોસ્પિટલો પણ ફૂલ થઈ જતા વેપારીઓ અને લોકોમાં ફફડાટ ફેલાયો છે અને ધીરે ધીરે વિવિધ વેપારી સંગઠનો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.શહેરના પોષ વિસ્તારોમાં આવેલી સોનીબજાર, દાણાપીઠ, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, ટીવી એપ્લાયન્સ ટ્રેડર્સ એસો. તેમજ કેટલક પાન-બીડીના અને ક્ષોરકર્મના ધંધાર્થીઓએ આજથી ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન શરુ કરેલ છે. પરિણામે શુક્ર, શનિ અને રવિવાર દરમિયાન આ વેપાર ધંધા બંધ રહેનાર છે.રાજકોટ શહેરમાં રાત્રી કફ્યુ અમલી છે અને રાત્રે 8 વગ્યાથી કફ્યુ લાગી જતો હોવાથી લોકોને સાાંજે સાત વાગ્યે વેપાર-ધંધા બંધ કરી ઘરભેગા થઈ જવાની ફરજ પડી રહી છે. આમ છતાં કોરોનાનું સંક્રમણ કાબુ બહાર જતા હવે લોકો પોતાના વેપાર-ધંધાના ભોગે પણ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે.હાલમાં જે ઝડપે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે ચાલુ જ રહે તો આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન આવે તેવા સંકેતો મળી રહ્યા છે.રાજ્ય સરકર અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ પણ વેપારીઓને સ્વૈચ્છિક લોકડાઉન માટે અપીલ કરી રહેલ છે પરંતુ પરિવારની આર્થીક હાલત અને વેપાર-ધંધામાં મંદી સહિતના કારણોસર વેપારીઓ ધંધા ચલાુ રાખવા મજબુર બની રહ્યા છે પરિણામે વિવિધ સંગઠનો દ્વારા સરકાર સમક્ષ પણ લોકડાઉન લાદવા માગણીઓ થઈ રહી છે. જોકે સરકાર કોઈપણ ભોગે સંપૂર્ણ લોકડાઉન લાદવાનો ઈન્કાર કરી રહી છે. જેના કારણે સ્થિતિ અસમંજસભરી બની રહી છે.

રિલેટેડ ન્યૂઝ