રાજકોટમાં સ્વ.અભયભાઇ ભારદ્વાજની પુણ્યતિથિએ વેકસીનેશન કેમ્પ યોજાયો

ંરાજકોટ તા. 3
ગુજરાત રાજ્યના જાણીતા ધારાશાસ્ત્રી અને સાંસદ સ્વ. અભય ભારદ્વાજની પાંચમી માસીક પુણ્યતિથી નિમિતે 45 વર્ષથી ઉપરની ઉમરના લોકો માટે કોરોના વેક્સીન કેમ્પનું આયોજન કરાયું હતું. આ સમયે પ્રદેશ ભાજપના આગેવાન નીતીનભાઈ ભારદ્વાજ, ગુજરાત ફાયનાન્સના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, સાંસદ રામભાઈ મોકરીયા, માજી ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, માજી મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ સહિતના આગેવાનોએ આ વેક્સીન કેમ્પ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો હતો. આ વેક્સીન કેમ્પમાં 500 થી વધુ લોકોએ કોરોના વેક્સીન મુકાવેલ હતી અને કેમ્પને સફળ બનાવેલ હતો આ સમયે વેક્સીન લેનાર પ્રત્યેકને અભયભાઈની સ્મૃતિ શીલ્ડ-બાન લેબ્સ વાળા મૌલેશભાઈ ઉકાણી દ્વારા વેક્સીન લેનારની ઈમ્યુનીટી પાવર વધે તે માટે બે-બે ગોલ્ડન મીલ્કના બોક્સ તેમજ શીવ શક્તિ ડેરી વાળા જગદીશભાઈ તરફથી તમામને દુધ કોલ્ડ્રીંગ, રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઈ રાજાણી, ધારાશાસ્ત્રી અંશભાઈ ભારદ્વાજ તથા બજરંગવાડી વેપારીએસો. ના પ્રમુખ હરેશ પરસોડા, બ્રહ્મ સમાજના આગેવાન સમીર ખીરા વગેરેની અપીલ ધ્યાને લઈ મોટી સંખ્યામાં લોકોએ વેક્સિન લીધી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અભય ભારદ્વાજએસો. તથા કેયુર કેરાળીયા, રક્ષીત રૈયાણી, અમૃતા ભારદ્વાજ, બીનલ રવેસીયા તેમજ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના મેમ્બર દીલીપભાઈ પટેલ દ્વારા આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.

રિલેટેડ ન્યૂઝ