હવે શહેરની મલ્ટી સ્પેેશિયાલિટી હોસ્પિટલ ઓક્સિજન મામલે આત્મનિર્ભર બનશે

જરૂરિયાત શોધની જન્મદાતાનો નિયમ અહીં પણ લાગુ પડયો

રાજકોટ તા. 3
કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને દર્દીઓની હાલત અતિ ગંભીર બની ગઈ છે દર્દીઓને જીવાડવા માટે ઓક્સિજન જરુરી બની ગયો છે પરંતુ હાલ ઓક્સિજનની અછત હોવાના કારણે ઘણા દર્દીઓને તડફડીયા મારવા પડી રહ્યા છે. બોટલનો મેડ પડે છે તો ઓક્સિજન મળતો નથી અને દર્દીએ પોતાનો જીવ ગુમાવો પડી રહ્યો છે ત્યારે કોરોના દર્દીઓને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે થઈને શહેરની મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલો આત્મનિર્ભર બનવા તરફ જઈ રહી છે અને પોતાની હોસ્પિટલોમાં જ ઓક્સિજન પ્લાન્ટ નાખવામાંટે ની તૈયારીઓ કરવામાં આવી છે. શહેરની મોટી હોસ્પિટલ દ્વારા કલેક્ટર તંત્રમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવામાટેની દરખાસ્તો કરવાની શરુ કરી દીધી છે.
વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની અછત સર્જાણી છે. એક દર્દી પાછળ 20 થી 25 કિલો ઓક્સિજન વાપરવામાં આવે છે. છતા પણ દર્દીઓને પુરતો ઓક્સિજન મળી રહ્યો નથી. સિવિલમાં દરરોજ ના 100 ટન થી વધું ઓક્સિજન આવી રહ્યો છે. જ્યારે શહેરની ખપ અત્યારે 135 મેટ્રીક ટનથી પણ વધુ છે. ઓક્સિજન અછતના કારણે ઘણા દર્દીઓને ઓક્સિજન મળી પણ સકતો નથી. જેના કારણે દર્દીઓને પોતાનો જીવ ગુમાવવો પડે છે. દર્દીઓના જીવ ન જાય અને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે થઈને શહેરની મલ્ટીસ્પેશ્યલીશ્ટ ગણાતી હોસ્પિટલો આગળ આવી છે. અને ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટે તૈયારીઓ બતાવી છે.
મોરબીમાં ઓક્સિજનની અછત સર્જાતા સિરામીક ઓસોશીએશન દ્વારા 1000 લીટરના ક્ષમતા વાળો ઓક્સિજનનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. જેથી કરીને મોરબી જીલ્લાના કોરોના દર્દીઓને જેને ઓક્સિજનની જરુર છે તેને સરળતાથી મળી રહે તે માટે કાર્યરત કરી દેવામાં આવ્યો છે. કોરોનાના કહેરને જોતા રાતો રાત આ પ્લાન્ટ કરોડોના ખર્ચે નાખવામાં આવ્યો છે. જેનાથી ને મોરબી જીલ્લાના કોરોના પોઝીટીવ દર્દીઓને પ્રાણવાયુ મળી રહેતા જીવવામાં ઉપયોગી થયું છે. રાજકોટની ગોકુલ, સિનર્જી, શાંતિ, સહિતની મલ્ટી સ્પેશ્યલીસ્ટ હોસ્પિટલોએ પોતાની હોસ્પિટલમા જ ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટે તૈયારીઓ આરંભી દીધી છે અને તે માટેની દરખાસ્ત કરવા કલેક્ટરમાં અરજીઓ પણ કરવામાં આવી છે. હોસ્પિટલોમાં એડમીટ દર્દીઓને પુરતા પ્રમાણમાં ઓક્સિજન નહી મળતો હોવાથી હોસ્પિટલો દ્વારા આ આયોજન કરવામાં આવ્યો છે. ટુક સમયમાં શહેરની મલ્ટીસ્પેશ્યલીશ્ટ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટો સરુ થઈ જશે જેનાથી ઘણા દર્દીઓના જીવ બચાવી શકાશે. કોરોના મહામારીમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધતા પ્રાણવાયુ મળવું મુશ્કેલ થતા આ આયોજન કરવામાં આવ્યું છે.
સુત્રોના જણાવ્યા મુજબ ઓક્સિજનના પ્લાન્ટ પાછળ 50 થી 60 લાખ રુપિયાનો ખર્ચો થાય છે. ત્યારે મલ્ટી સ્પેશ્યલીસ્ટ હોસ્પિટલોએ આ ખર્ચાને નજર અંદાજ કરી અને દર્દીઓના જીવ બચાવી શકાય અને દર્દીઓને પુરતા પ્રમાણમાં ઓક્સિજન પુરુ પાડી શકાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ શરુ થતા ખાનગીર હોસ્પિટલોમાં એડમીટ દર્દીઓને ઓક્સિજન માટે જ્યાં ત્યાં ભટકવું પડશે નહી અને હોસ્પિટલમાં જ પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેશે. હોસ્પિટલોના આ પોઝીટીવ અભિગમને કલેક્ટર તંત્રએ પણ આવકાર્યો છે અને જરુરી પત્રકો ભરીને વહેલીતકે ઓક્સિજન પ્લાન્ટ નાખવામાટેની મંજુરી આપવામાં આવશે. તેવું જાણવા મળી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ