થેલેસેમિયાગ્રસ્ત લોકો માટે સ્વામિ નારાયણ ગુરૂકુલ દ્વારા રક્તદાન કેમ્પ

કેમ્પમાં 100 લોકોનું રક્તદાન: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો પણ સહયોગ

રાજકોટ તા.3
હાલની કોરોનાની કપરી પરિસ્થિતિમાં પિડાતા થેલેસિમિયા ગ્રસ્ત લોકોની વહારે આવી, તેને મદદરુપ થવાના હેતુથી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન રાજકોટ અને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તારીખ 02 મે ના રોજ ઢેબર રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન ખાતે આયોજીત બ્લડ ડોનેશન કેમ્પમાં 100 લોકોએ પોતાની સામાજીક જવાબદારીનો પરિચય આપતા 3500 સી.સી રકત એકત્ર કરીને રાજકોટની સિવિલ હોસ્પિટલ અને ફિલ્ડ માર્શલ બલ્ડ બેંકને સહાય કરી હતી.આ કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે ભાજપના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, એફ.આર.સી. કમીટીના સભ્ય અજયભાઈ પટેલ, ભાજપના નેતા ચેતનભાઈ રામાણી તેમજ સ્વામિનારાયણ ગુરુકુલના સંતોમાં પૂ. સંતવલ્લભદાસજી સ્વામી, પૂ. પ્રભુચરણદાસજી સ્વામી, પૂ. હરિપ્રિયદાસજી સ્વામી, પૂ. પૂર્ણપ્રકાશદાસજી સ્વામી, પૂ. શ્રુતિપ્રકાશદાસજી સ્વામી અને મહાનુભાવોની પ્રેરણાત્મક ઉપસ્થિતી રહી હતી. આવેલ અતિથિઓએ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે હાલમાં કાર્યરત કોવિડ કેર એન્ડ આઇસોલેશન સેન્ટરની પણ મુલાકાત લીધી હતી અને સંસ્થાન દ્વારા થતી આ લોકકલ્યાણની પ્રવૃતિઓને વખાણી હતી.
આ રક્તદાન શિબિરના સફળ આયોજનમાં સ્વામિનારાયણ ગુરુકુલના સંતો, શાળાના એડવાઈઝર શ્રીકાંત તન્ના અને હરેશભાઈ ખોખાણીના માર્ગદર્શનમાં સર્વે કાર્યકરોએ જાહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ