જીવના જોખમે કોરોના દર્દીઓની અવિરત સેવામાં ગોંડલના જવામર્દ સેવાભાવી પ્રફલ રાજ્યગુરુ

ડર તો મને પણ લાગે છે, પણ કોઈની દુઆ માટે રસીક બનશે, સેવા એજ મારી ઈમ્યુનિટી : રાજ્યગુરુ

કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર

(પ્રતિનિધિ દ્વારા)ગોંડલ તા.3

ગોંડલ માં કોરોના એ કહેર મચાવી એપ્રીલ માસ માં 421 થી વધું વ્યક્તિઓ નાં ભોગ લીધાં છે.શહેર માં કોરોના નો ખૌફ બિહામણો છે.હોસ્પિટલો,મેડીકલ સ્ટોર કે લેબોરેટરીઓ પાસે ભારે ભીડભાડ છે.એ સિવાય શહેર સુમશાન ભાસે છે.વેપારીઓ સાંજ નાં સાત થી લોકડાઉન પાળી રહ્યા છે.પણ લોકો એટલી હદે ભયભીત છે કે બિનજરૂરી ઘર બહાર નિકળતાં નાં હોય શહેર ની હાલત દિવસ નાં પણ લોકડાઉન જેવી છે.કોરોના દર્દીઓ નો વધું જમેલો સિવીલ હોસ્પિટલમાં જોવાં મળે છે.દર્દી ઓ તેનાં સગાં સબંધીઓ અને વેઇટીંગ માં રહેલાં દર્દી ઓ થી સિવિલ હોસ્પિટલ નું ગ્રાઉન્ડ ઉભરાયેલું નજરે પડે છે.અહીં ડગલેને પગલે કરુણતાં જોવાં મળે છે.આ બધાં વચ્ચે માનવતાં ની જીવતી મિશાલ સમાં સમાજ સેવક પ્રફુલ રાજ્યગુરુ અડીખમ યોદ્ધા બની કોરોના પીડીતો ની ખડેપગે સેવાં આપી રહ્યા છે.
કોરોના કાળ ની કરુણાંતિકા એ છે કે માણસ માણસ થી દુર ભાગી રહ્યો છે.પરીવાર માં કોઇને કોરોના થયો હોયતો તેનાં થી ચોક્કસ અંતર રખાય છે.પણ પ્રફુલ રાજ્યગુરુ સિવિલ હોસ્પિટલ માં પીપીઈ કીટ કે કોઈ પ્રોટેક્શન વગર માત્ર મોંઢે માસ્ક પહેરી અવિરત સેવાં આપી રહ્યા છે.હોસ્પિટલ નાં પહેલાં માળે કોરોના વોડઁ માં 54 બેડ ની ક્ષમતા છે.બધાં બેડ ફુલ છે.ગ્રાઉન્ડ માં મોટું વેઇટીંગ છે.આવાં સંજોગોમાં વિહવળતાં અને ચિંતા લોકોને માનશીક રીતે તોડી રહીં છે.પ્રફુલ રાજ્યગુરુ મોત ની પરવાં કર્યા વગર કોરોના વોડઁ માં પંહોચી દર્દીઓ નું આશ્ર્વાસન બને છે.એટલું જ નહીં હોસ્પિટલ ની બહાર ચિંતિત બની બેઠેલાં તેનાં સ્વજનોને દર્દી ની માહીતી આપી સાંત્વના નું કાયઁ કરે છે.ઓકસીજન કે દવા માટે ની દોડાદોડી પણ કરતાં રહે છે.
કોરોના દર્દી જ્યારે મૃત્યુ પામે ત્યાંરે શબવાહીની નહીં પણ એમ્બ્યુલન્સ માં મૃતદેહ ને સ્મશાને પંહોચતો કરાય છે આ કાયઁ પણ પોતાનાં ટ્રસ્ટ ની એમ્બ્યુલન્સ દ્વારા પ્રફુલ રાજ્યગુરુ કરી રહ્યા છે.પાંચ દિવસ પહેલાં દિવસ નાં પાંચ તથાં રાત્રી આઠ થી દશ દર્દી ઓ મોત ને ભેટતાં તેમની એમ્બ્યુલન્સ સતત દોડતી રહીં હતી.કોરોના ગ્રસ્ત મૃતકો ની અંતિમવિધી પણ પ્રફુલ રાજ્યગુરુ કરતાં હોય હાલ રોજીંદા સરેરાશ ચાર થી પાંચ લોકો મૃત્યુ પામતાં હોય પ્રફુલભાઈ માટે હોસ્પિટલ અને સ્મશાન વચ્ચે ની દોડાદોડી રોજીંદા બનવાં પામી છે.
હાલ કોરોના થી હરએક ઇન્સાન ભયભીત છે.ત્યાંરે પ્રફુલ રાજ્યગુરુ કહે છે કે’ ડર તો મને પણ લાગે છે.પણ કોઈની દુવા રક્ષક બનશે.હું ક્યારે સંક્રમીત બનું એ નક્કી નથી.હાલ લોકો ની સેવાં જ મારી ઇમ્યુનીટી છે.
ઉલ્લેખનીય છે કે પ્રફુલ રાજ્યગુરુ નાં પત્ની બાલાશ્રમ કમીટી નાં ચેરમેન હાલ કોરોના ગ્રસ્ત છે.અને હોમકોરોન્ટાઇન છે.

રિલેટેડ ન્યૂઝ