ઓક્સિજન માટે હોસ્પિટલોએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે: કલેકટર

કર્મચારીએ ઓળખકાર્ડ રાખવું ફરજિયાત

પ્રતિનીધી દ્વારા
રાજકોટ તા. 3
કોરોનાના ગંભીર દર્દીઓ માટે હાલ ઓક્સિજન ખુબ જરૂરી છે. લોકોને ઓક્સિજન માટે વલખા મારવા પડી રહ્યા છે. અને ઓક્સિજન નહી મળતા કોરોના દર્દીઓના જીવ જઈ રહ્યા છે. રાજકોટમાં પાંચ સ્થળે ઓક્સિજન માટેની મંજુરીઓ આપવામાં આવી છે. જે સ્થળેથી ખાનગી હોસ્પિટલો દ્વારા ઓક્સિજનનું રેફલીંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જરૂરીયાત કરાતા વધુ ઓક્સિજન રીફલીંગ કરવામાં આવતું હોય અન્ય જરૂરીયાત મંદ લોકોને ઓક્સિજન નહી મળવાના કારણે બુમ-રાડ ઉઠી છે જે અંતરગત ખાનગી હોસ્પિટલોએ ઓક્સિજન મેળવવા માટે કલેક્ટર તંત્ર માં રજીસ્ટ્રેશન કરવું ફરજીત છે અને ઓક્સિજન રીફલીંગ માટે જે કર્મચારી મોકલવામાં આવે તેની પાસે આઈકાર્ડ હોવું ફરજીયાત હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઓક્સિજનની અછત સર્જાય નહી અને તમામ દર્દીઓને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજનો કરવામાં આવી રહ્યા છે. એડિશ્નલ કલેક્ટર પરીમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, ઓક્સિજનની સોલ્ટેજ ના વર્તાય અને દર્દીઓ હેરાન ના થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલ સંચાલકો એ હવે થી ને ઓક્સિજન મેળવવા માટે કલેક્ટર તંત્રમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કેટલો ઓક્સિજન જોઈએ છે તેની માહીતી પણ આપવાની રહેશે તેમજ ઓક્સિજન રીફલીંગ માટે જે કર્મચારીને ટેન્કરની સાથે મોકલવામાં આવશે તેની પાસે હોસ્પિટલનું આઈકાર્ડ હોવું જરુરી છે. હોસ્પિટલનું આઈ કાર્ડ સાથે નહી હોય તો રીફલીંગ માં મુશ્કેલી પણ પડી શકે છે.
હોસ્પિટલોના નામે કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે ઓક્સિજન પ્લાન્ટમાંથી બોટલો રીફલીંગ કરી જતા હતા જેના કારણે જરુરીયાત મંદ દર્દીઓને ઓક્સિજન મળતુ હતું નહી જેથી ને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ