રાહત: રાજકોટમાં ટેસ્ટીંગ-સંક્રમણમાં ઘટાડો

શહેરમાં 7000 ક્ધટેન્ટમેન્ટ ઝોન, 3872 હોમ આઈસોલેટ: 104 અને ધનવંતરી રથને વેક્સિનેશનની કામગીરી સોંપાશે

1600ના સ્થાને ફકત 450 ફરિયાદ
રાજકોટમાં દિન પ્રતિદિન કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેનું કારણ ટેસ્ટીંગ કામગીરીમાં પણ સતત ઘટાડો જોવાઈ રહ્યો છે. 104 અને ધનવંતરી રથને દરરોજ 1600થી વધુ ફરિયાદ આવતી હતી. તેની જગ્યાએ છેલ્લા બે દિવસથી 450 કોલ ફરિયાદ માટેના આવી રહ્યા છે. જેનું મુખ્ય કારણ પોઝીટીવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે જેની સામે હોમ આઈસોલેટ થયેલા મોટાભાગના દદીર્ર્ઓ સ્વસ્થ થઈ ગયાનું જાણવા મળેલ છે. આમ, દિવસે દિવસે કોરોના અંતર્ગત આવતા કોલમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
હવે મળે છે દર્દીને એક કલાકમાં બેડ
રાજકોટમાં છેલ્લા બે દિવસથી કોરોના પોઝીટીવ કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતાં હોસ્પિટલો બહાર લાગતી દર્દીઓની લાઈનો બંધ થઈ ગઈ છે. આ બાબતે મ્યુનિ. કમિશ્નરે જણાવેલ કે, હાલમાં પોઝીટીવ કેસ ઓછા આવી રહ્યા છે. જ્યારે ગંભીર હાલતમાં હોય તેમજ ઓક્સિજન અને વેન્ટીલેટરની જરૂરિયાત હોય તે પ્રકારના દર્દીઓ પણ સતત ઘટી રહ્યા હોવાના કારણે સિવિલ સહિતની હોસ્પિટલોમાં પણ ખાલી બેડની સંખ્યા વધી રહી છે. હવે દર્દીને એક કલાકમાં બેડ મળી જાય છે અને સમયસર સારવાર મળી જવાને કારણે આગામી દિવસોમાં મોતના આંકડાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.

20 દિવસમાં 400 દૂકાન સિલ
રાજકોટમાં કોરોના પોઝીટીવ કેસમાં દિવસે દિવસે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મીની લોકડાઉન કર્યા બાદ મોટાભાગની દૂકાનો બંધ રહેવા પામી છે. છતા છેલ્લા 20 દિવસમાં ચા પાનની તેમજ અન્ય દૂકાનો ઉપર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા સામે મનપાએ ચેકીંગ ઝૂંબેશ હાથ ધરી છે. પરિણામે 20 દિવસમાં 400થી વધુ દૂકાન સિલ કરવામાં આવી છે. જ્યારે કરિયાણા અને ડેરી સહિતની ખૂલ્લી રહેતી દૂકાનો વિરૂધ્ધ હાલમાં પણ ચેકીંગ ઝૂંબેશ ચાલુ રાખવામાં આવી છે. ઉપરોકત દૂકાનમાં ટોળા એકઠા જોવા મળશે અથવા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ તેમજ માસ્ક વિહોણા લોકો જોવા મળશે તો તેમની દૂકાનો પણ સિલ કરવામાં આવશે.
સ્મશાનોમાં વેઇટીંગ ઘટ્યું
રાજકોટમાં કોરોના પોઝીટીવમાં સતત ઘટાડો જોવાઈ રહ્યો છે. પરંતુ, મોતના આંકડા યથાવત રહ્યા હોવા છતાં મનપા સંચાલિત કોવિડ સ્મશાનોમાં વેઈટીંગમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. મ્યુનિ. કમિશ્નરના જણાવ્યા મુજબ, મનપા સંચાલિત 8 સ્મશાન ગૃહ તેમજ રોણકી ખાતે શરૂ થયેલ 15 ખાટલાના સ્મશાન સહિતના સ્થળોએ અંતિમવિધિ કરવામાં આવી રહી છે. એક સપ્તાહ અગાઉ દરેક સ્થળે વેઈટીંગ હતું. જે આજે પૂરું થઈ ગયાનું જાણવા મળેલ છે.

પ્રતિનીધી દ્વારા
રાજકોટ તા.3
રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી પોઝીટીવ કેસમાં સતત ઘટાડો નોંધાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે. હાલમાં મરણના આંકડામાં ઘટાડો ન થતાં આ બાબતે મ્યુનિ. કમિશ્નરે જણાવેલ કે, હાલમાં મરણજનાર દર્દીઓ આજથી 10 દિવસ પહેલા સારવાર અર્થે દાખલ થયા હોય તે વખતે સંક્રમણ વધુ હતું. આથી મોતના આંકડામાં ઘટાડો થયો નથી. પરંતુ, છેલ્લા બે દિવસથી સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરિણામે આગામી દિવસોમાં મોતના આંકડામાં પણ ઘટાડો આવશે. હાલ શહેરમાં 7000 ક્ધટેન્ટમેટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 3872 દર્દીઓ હોમ આઈસોલેટ થઈ ઘરે સારવાર લઈ રહ્યા છે. 104 તેમજ ધનવંતરી રથ દ્વારા તમામ દર્દીઓને ઘરબેઠા સારવાર આપવામાં આવી રહી છે. તેવી જ રીતે કોરોનાને લગતી ફરિયાદ પણ ઓછી થઈ હોય આગામી દિવસોમાં સંક્રમણમાં પણ ઘટાડો આવશે તેમ જણાવ્યું હતું.
રાજકોટ શહેરમાં છેલ્લા 15 દિવસથી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. જેમાં છેલ્લા બે દિવસથી રાહત થઈ હોવાનું બહાર આવ્યું છે. મ્યુનિ. કમિશ્નરે આજરોજ જણાવ્યું કે એક્ટિવ કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેમજ ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓ પણ સ્વસ્થ થઈ જવાની ટકાવારીમાં વધારો થયો છે. પરિણામે ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં પણ દિવસે દિવસે ઘટાડો થઈ રહ્યો છે. હાલ 7000 ક્ધટેન્ટમેટ ઝોન કાર્યરત છે. જેની સામે 3872 દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે. તમામ દર્દીઓને 104 તેમજ ધનવંતરી રથ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં પોઝીટીવ આવતા દર્દીઓ માટે બેડની સુવિધા પણ હવે ઉપલબ્ધ થવા લાગી છે. એક કલાકમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીને બેડ મળી જાય છે. તેવી જ રીતે સ્મશાનમાં પણ હવે વેઈટીંગ બંધ થઈ ગયું હોય આગામી દિવસોમાં મહામારીમાં રાહત થવાની સંભાવના જોવાઈ રહી છે.
મનપા દ્વારા હાલ કોરોના ટેસ્ટીંગની કામગીરી પણ પૂરજોશમાં ચાલુ છે. ત્યારે છેલ્લા બે દિવસથી સંક્રમણમાં ઘટાડો નોંધાતા પોઝીટીવ કેસ પણ ઘટી રહ્યા છે. જેનું કારણ ટેસ્ટીંગની ટકાવારી પણ ઓછી થઈ છે. મોટાભાગના લોકોએ કોરોના ટેસ્ટ કરાવી લીધેલ હોય હવે બાકી રહેલા અમૂક લોકો જ કોરોના ટેસ્ટીંગ માટે આવી રહ્યા છે. આથી આગામી દિવસોમાં પોઝીટીવ કેસમાં ઘટાડો થવાની સંભાવના હાલની પરિસ્થિતી ઉપરથી જોવાઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ