કોરોનામાં મૃત્યુ પામેલા શિક્ષકોના પરિવારજનને નોકરી, પેન્સન આપો

રાજ્યનગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકારમાં રજૂઆત

પ્રતિનીધી દ્વારા
રાજકોટ તા. 3
વૈશ્ર્વિક મહામારી કોરોનામાં દિન-પ્રતિદિન ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. તાજેતરમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન અંદાજિત 200 થી વધુ પ્રાથમિક શિક્ષકો તેમજ 500 જેટલા સરકારી કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ મૃત્યુ પામ્યા છે. ત્યારે આ કર્મચારીઓના પરિવારજનોને સહાયરૂપ બનવા ગુજરાત રાજ્ય નગરપ્રાથમિક સંઘ દ્વારા મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સમક્ષ લેખીત રજૂઆત કરાઈ છે.
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે જેમાં કોરોના સંક્રમિત થઈ મૃત્યુ પામનાર પ્રાથમિકના પરિવારજનો પૈકી એક સભ્યને રહેમરાહે નોકરી આપવામાં આવે. કર્મચારીના પરિવારને ગુજરાન થઈ શકે તે માટે નવી પેન્શન સ્કીમના કર્મચારીને પણ જુની પેન્શન યોજનાના લાબો આપવા,
પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ વિનામુલ્યે મળે તે પ્રકારની જોગવાઈ કરવામાં આવે, મેડીકલ અને એન્જિનીયરીંગમાં પ્રવેશ માટે કેન્દ્ર સરકારેે આપેલ અગ્રતાનો લાભ ગુજરાત સરકાર પણ આપે, આશ્રિતોના પરિવારજનોને માં અમૃતમ કાર્ડ, આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આપે કે કામયમી લાભ મલે તેવી વિમા પોલીસી આપવામાં આવે , ચાલુ ફરજ દરમ્યાન સંક્રમિત મૃત્યુ પામનાર શિક્ષકોના વારસદારને રૂ. 25 લાખની સહાય સમયમર્યાદામાં મળે તે કાર્યવાહી ઝડપી કરવાની પણ માંગ કરવામાં આવી છે,
ઉપરોક્ત વિગતે તાજેતરમાં બિહાર સરકારની કેબીનેટ મીટીંગમાં આ પ્રકારના નિર્ણયો લેવાયા છે. ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર પણ આ પ્રકારના નિર્ણય લે તેવી રજૂઆત ગુજરાત રાજ્ય નગરપ્રાથમિક શિક્ષક સંઘે તા. 26-4-21 ના પત્રથી સરકાર સમક્ષ કરી છે.

રિલેટેડ ન્યૂઝ