સિવિલ હોસ્પિટલમાં કોરોના કેસ ઘટ્યા પણ લાઈનો ન ઘટી

સિવિલ હોસ્પિટલમાં કોરોના કેસ ઘટ્યા પણ લાઈનો ન ઘટી
રાજકોટમાં કોરોના વાયરસના કોહરામથી શહેરની તમામ હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ જતાં છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાઈનો લાગે છે ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દરરોજ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાંબી-લાંબી કતારો લાગે ચે. કોરોનાને કાબૂમાં લેવામાં નિષ્ફળ આરોગ્ય તંત્ર દ્વારા ટેસ્ટ ઘટાડીને કેસ ઓછા બતાવવાની રમત રાખી રહી છે. પરંતુ તસ્વીરોમાં નજરે પડતી લાઈનો જ આરોગ્ય તંત્રના બેલની પર્દાફાશ કરે છે જો રાજકોટમાં દરરોજ કોરોનાના કેસ ઘટતા હોય તો ખાલી બેડની સંખ્યા કેમ વધતી નથી અને એમ્બ્યુલન્સની કતારો કેમ યથાવત જોવા મળે છે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ ઉપરાંત વેઈટીંગમાં રહેલા દર્દીઓ માટે ચૌધરીના ગ્રાઉન્ડમાં 100 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાતને 10 દિવસ થયા છતા હજુ સુધી ડોમ ઉભી કર્યા સિવાય કોઈ કામગીરી ન થતા દર્દીઓને તેનો કોઈ લાભ મળ્યો નથી. દર્દીઓ એમ્બ્યુલન્સમાં જ ગરમીમાં શેકાઈ રહ્યા છે. જયારે તેના પરિવારજનો દર્દીઓને દવા નાખી રહ્યા છે.
(તસવીર: પ્રવિણ સેદાણી)

રિલેટેડ ન્યૂઝ