ચૂંટણીઓ પુરી થતાં પેટ્રોલ – ડીઝલના ભાવમાં થયો વધારો

ગરજ સરી કે વૈદ વેરી

રાજકોટમાં પેટ્રોલના રૂા. 87.48, ડિઝલના રૂા. 86.94

રાજકોટ તા. 4
દેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થવાની અસર રિટેલ ફ્યૂલ પર જોવા મળી છે. 4 મેએ ચૂંટણી પરિણામ આવ્યાના બે દિવસ બાદ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલ 12 પૈસા અને ડીઝલ 17એ પૈસા મોંઘુ થયુ છે. છેલ્લા 66 દિવસથી તેલના ભાવ નહતા વધ્યા. આ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો તેની અસર તેલના ઘરેલુ ભાવ પર જોવા નહતી મળી.
અંતિમ વખત વધારો 27 ફેબ્રુઆરી, 2021માં થયો હતો ત્યારે પેટ્રોલ 24 પૈસા અને ડીઝલ 17 પૈસા મોંઘુ થયુ હતું. બીજી તરફ અંતિમ કાપ 15 એપ્રિલે મુકાયો હતો જ્યારે પેટ્રોલ 15 અને ડીઝલ 14 પૈસા સસ્તુ થયુ હતું. શનિવારે જ એટીએફ એટલે કે વિમાન ઇંધનની કિંમત વધારવામાં આવી હતી, જે બાદ નક્કી થયુ કે જલ્દી પેટ્રોલ-ડીઝલની કિંમત પણ વધશે.આજના ભાવ વધારા બાદ હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.55 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે જ્યારે ડીઝલ 80.91 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયુ છે. અમદાવાદમાં ડીઝલ 87.23 પ્રતિ લીટર છે જ્યારે પેટ્રોલ 87.79 પ્રતિ લીટર છે. મુંબઇની વાત કરીએ તો અહી પેટ્રોલ 96.95 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયુ છે અને ડીઝલ પણ 87.98 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યુ છે. ચેન્નાઇમાં પેટ્રોલ 92.55 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 85.90 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યુ છે. કોલકાતામાં પેટ્રોલ 90.76 રૂપિયા અને ડીઝલની કિંમત 83.78 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે રાજકોટમાં રુ. 87.48 અને ડિઝલ રુ. 86.94 પ્રતિ લિટર પહોંચ્યું છે. દેશમાં દરરોજ સવારે 6 વાગ્યે તેલના ભાવને રિવાઇઝ કરવામાં આવે છે કારણ કે ક્રૂડ ઓઇલની કિંમતો અને વિદેશી મુદ્રાની દરોના હિસાબથી દેશમાં દરરોજ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે. આ નવી કિંમતો દરરોજ સવારે 6 વાગ્યાથી દેશના દરેક પેટ્રોલ પંપ પર લાગુ થઇ જાય છે.

રિલેટેડ ન્યૂઝ