રાજકોટમાં ચોથા અને ભાવનગરમાં ત્રીજા માળેથી પોઝીટીવ દર્દીએ પડતું મૂકી જીવન ટુંકાવ્યું

સૌરાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના આપઘાતના બનાવોનો સીલસીલો જારી

કોરોનાના ડરથી બંને દર્દીએ આત્મઘાતી પગલું ભર્યાનું તારણ : પરિવારમાં શોક

(પ્રતિનિધિ દ્વારા)રાજકોટ તા. 4
સૌરાષ્ટ્રમાં કોરોનાની મહામારી વચ્ચે આપઘાત અને આત્મ હત્યાના પ્રયાસોમાં દિન બદિન વધારો નોંધાઇ રહ્યો હોય તેમ રાજકોટમાં ચોથા અને ભાવનગરમાં ત્રીજા માળેથી કોરોનાગ્રસ્ત બે દર્દીએ પડતું મૂકી જીવન ટુકાવી લેતા પરિવારમાં શોકની લગાણી પ્રસરી છે. બંને દર્દીએ કોરોનાના ડરથી આત્મઘાતી પગલું ભર્યુ હોવાની શંકા સેવાઇ રહી છે.
ભાવનગર
ભાવનગરની હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા યુવાને બિલ્ડીંગમાં 3જા માળેથી પડતું મુકી આપઘાત વહોરી લીધો હતો.
ભાવનગરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોનાગ્રસ્ત યુવાને હોસ્પિટલનાં ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી આત્મ હત્યા વહોરી લેતાં અરેરાટી ફેલાઇ ગઇ છે. બનાવની વિગતો એવી છે કે શહેરમાં પ્રભુદાસભાઇ વાલજીભાઇ કણોતરા (ઉ.વ. 45)ને કોરોના પોઝીટીવ હોય પ દિવસની સારવાર બાદ તેને સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા. દરમ્યાન કોઇ કારણોસર અરવિંદભાઇએ પોતાના બેડની સામેનાં ભાગે આવેલી ગ્રીલ વગરની ખુલ્લી બારીમાંથી પડતું મુકી આપઘાત વહોરી લીધો હતો. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના આપઘાતના બનાવમાં વધારો નોંધાયો હોય તેમ રાજકોટ નજીક કુવાડવા પાસે આવેલા સાયપર ગામે રહેતા જાગાભાઈ મોહનભાઈ ભલગામ ડીયા નામના 50 વર્ષના કોળી આધેડે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગના ચોથા માળે કોરોનાની સારવાર દરમિયાન વહેલી સવારે ચોથા માળેથી પડતું મૂક્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા કોરોનાગ્રસ્ત આધેડનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસને જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં મૃતક જાગાભાઈ ભલગામડીયાનો ગત તા.29/4ના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગમાં ચોથા માળે દાખલ કરાયા હતા. જ્યાં આજે વહેલી સવારે કોરોનાગ્રસ્ત જાગાભાઈ ભલગામડીયાએ ફરજ પર રહેલા તબીબ અને નર્સિંગ સ્ટાફ સહિતના કર્મીઓની નજર ચૂકવી ચોથા માળે રવેશમાંથી મોતની છલાંગ લગાવી હતી. કોરોનાગ્રસ્ત જાગાભાઈ કોરોનાની બિમારીથી ડરી જઈ આત્મઘાતી પગલુ ભર્યું હોવાની શંકા સેવાઈ રહી છે. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકના એએસઆઈ કનુભાઈ માલવીયા અને રાઈટર રામજીભાઈ સહિતના સ્ટાફે કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ