બન્ને કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા રસીના ભાવથી રસીકરણનો વેગ ધીમો પડી શકે

રેમડેસિવિર, ટોસિલીઝુમાબ જેવી દવાનું ઉત્પાદન કરવા માટે કલમ 100 હેઠળ ફરજિયાત લાયસન્સ જાહેર કરો : સ્વદેશી જાગરણ મંચ

રાજકોટ તા.4
કોવિડની બીજી લહેર આખા દેશ ને ઝપેટ માં લઇ લીધો છે, દરરોજ નવા કેસોની સંખ્યા 4 લાખને વટાવી ગઈ છે. વિશેષ રૂપ થી મહામારી ની બીજી લહેર ને જવાબ આપવા માટે દવા અને રસીઓને સહિત અન્ય ચિક્તિસા ઉત્પાદકો ને દેશ માં સસ્તી કિંમત પર ઉપલબ્ધ કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. તેમ છતાં રીમડેસિવીર અને ફેવિપવીરનું સ્થાનિક ઉત્પાદન થઈ રહ્યું છે, પરંતુ સમસ્યાની ગંભીરતા ના કારણે અને વધતી માંગને પહોંચી વળવા માટે ઉપલબ્ધ પ્રમાણ ખૂબ અપૂરતું છે. એક જીવલેણ નસ્ત્રસાયટોકીન સ્ટોર્મસ્ત્રસ્ત્ર વાળા કોરોના દર્દીઓની સારવાર માટે બીજી અગત્યની દવા ટોસીલીઝુમાબ છે, જેનું ભારતમાં ઉત્પન્ન થતું નથી. આવશ્યકતાઓને પહોંચી વળવા આ દવાની આયાત ખૂબ અપૂરતી છે. રિમડેસિવીર માટે કંપની ને સ્વૈચ્છિક ભાવોમાં ઘટાડો કર્યો હોવા છતાં તે હજી ઘણી મોંઘી છે અને તેની શીશી દીઠ કિંમત રૂ .899 અને 3490 ની વચ્ચે છે. આ અંગેના અહેવાલોમાં જણાવાયું છે કે વ્યાજબી નફા સહિતના રેમેડસિવીરના સંપૂર્ણ કિંમત આશરે 9 અમેરિકન ડોલર એટલે કે આશરે કિંમત 666 રૂ. છે. બીજી બાજુ, ટોસિલિઝુમાબની કિંમત શીશી દીઠ 40,000 રૂપિયા છે. હાલના સંજોગોમાં સામાન્ય લોકો કોર્પોરેટ લાભ ની હેઠળ મા પીસાય રહી છે, જેને કોઈ પણ કિંમતે કાબૂમાં રાખવાની જરૂર છે. આ સંદર્ભમાં સ્વદેશી જાગરણ મંચ વૈશ્વિક કોર્પોરેટ નેતા બિલ ગેટ્સના નિવેદનની નિંદા કરે છે કે રસી ની ફોમ્ર્યુલા ભારત અને અન્ય દેશો સાથે વહેંચી ન શકાય. આ સદીની સૌથી ખરાબ રોગચાળામાંથી નફો મેળવવા મા કોર્પોરેટ લોભનો બીજો એક ઘટસ્ફોટ છે. આ દવાઓની કિંમતોની ટોચમર્યાદા જેવા પગલા ભરવાની તાકીદે જરૂર છે. રાજ્ય સરકારની ખરીદ અને ખાનગી હોસ્પિટલો માટે બંને કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી રસીના ભાવ અતિશય છે અને એમના લીધે દેશમાં રસીકરણના વેગને ધીમો કરી શકે છે. ખાસ કરીને મહામારી દરમિયાન દવાઓ અને રસી માટે ગેરવાજબી નફો તમામ સંજોગોમાં, અન્યાયી છે. સ્વદેશી જાગરણ મંચ દેશભક્તિ નાગરિકોને આ મુશ્કેલ સમયમાં જરૂરીયાતમંદોની સેવા કરવાની સાથે વૈશ્વિક નફાખોરો સામે પોતાનો અવાજ ઉઠાવવા હાકલ કરે છે. ભારત સરકારે તમામ તબીબી ઉત્પાદનોની સારવાર કોવિડ-19 ને વૈશ્વિક જાહેર હિત તરીકે પ્રતિસાદ આપવા માટે કરવી જોઈએ અને વૈશ્વિક જનતાના વિચારને વાસ્તવિકતામાં ભાષાંતરિત કરવા નીચેના પગલાં લેવા જોઈએ.

રિલેટેડ ન્યૂઝ