હવે ઓખા-મુંબઈ 4 દિ જ ઉપડશે

કોચુવેલી, દિલ્હી સરાઈ રોહીલા બિલાસપુર હાપા સહિતની ગાડી રદ

રાજકોટ તા.7
કોરોનાની મહામારીમાં મુસાફરો નહિ મળતા રાજકોટ રેલવે વિભાગને ચાર દિવસમાં આઠ ટ્રેન રદ કરવી પડી છે. આ સિવાય ઓખા-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ ટ્રેન સપ્તાહમાં માત્ર ચાર દિવસ જ દોડશે.જે ટ્રેન રદ કરવામાં આવી છે. એમાં હાપા-બિલાસપુર, હાપા-મડગાંવ, પોરબંદર- કોચુવેલી અને પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા ટ્રેનનો સમાવેશ થાય છે. જેમાં હાપા-બિલાસપુર ઠ્રેન 8 મેથી રદ થશે અને બિલાસપુર-હાપા ટ્રેન 10 મેથી રદ થશે. જ્યારે ટ્રેન નંબર 09239 પોરબંદર-કોચુવેલી સ્પેશિયલ 12 મેથી તથા મડગાંવ-હાપા ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન 14 મેથી રદ કરાશે.
આ સિવાય પોરબંદર-દિલ્હી-સરાય રોહિલ્લા ટ્રેન 8 મેથી અને દિલ્હી- સરાય રોહિલ્લા-પોરબંદર ટ્રેન 10 મેથી રદ કરવામાં આવશે. જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી આ ટ્રેન ચાલુ નહિ થાય. આ સિવાય મુંબઈ સેન્ટ્રલ-ઓખા સુપરફાસ્ટ ટ્રેન નવી સૂચના ન મળે ત્યાં સુધી 7 મેથી દૈનિક બદલે રવિવાર, સોમવાર, શુક્રવાર અને બુધવાર એમ સપ્તાહમાં ચાર દિવસ જ દોડશે. તેવી જ રીતે ઓખા-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ 9 મેથી નવી સૂચના ન મળે ત્યાં સુધી દૈનિકના બદલે મંગળવાર, બુધવાર, શુક્રવાર દોડશે.
કોરોનાકાળમાં ક્રિટિકલ દર્દીઓને બચાવવા માટે એર એમ્બ્યુલન્સનો ઉપયોગ વધી રહ્યો છે. એપ્રિલ અને 5 મે સુધીમાં 15 દર્દીને એર એમ્બ્યુલન્સ મારફતે શિફ્ટ કરવામાં આવ્યા છે. જેમાં દિલ્હી જવા માટે રૂ.14 લાખ અને ચેન્નાઇ જવા માટે રૂ.22 લાખનું ભાડું લોકો ચૂકવી રહ્યા છે. સામાન્ય રીતે એક મહિને એવરેજ ચાર દર્દીઓ એર એમ્બ્યુલન્સ મારફતે શિફ્ટ થતા હોય છે. એપ્રિલ માસમાં કોરોનાના 8 પેશન્ટને જ્યારે 5 પેશન્ટ નોન કોવિડ હતા. જ્યારે મે માસમાં એક કોવિડ અને એક નોન કોવિડ દર્દીને એર એમ્બ્યુલન્સ મારફતે શિફ્ટ કરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ