ગોંડલના શિવરાજગઢ ગામે પશુ આહારના જથ્થામાં આગ ઉઠતા લાખો રૂપિયાની નુકસાનની દહેશત

ગોંડલ,તા.7
ચોમાસા પહેલા પશુપાલકો પશુ આહારના જથ્થાનો સ્ટોક કરીને રાખતા હોય તાલુકાના શિવરાજગઢ ગામે મગફળીનો પાલો, જુવારની કળબ અને ચણાના ખારીયા ના જથ્થામાં આગ ભભૂકી ઉઠતા નગરપાલિકાના ફાયર ફાયટરોએ દોડી જઈ પાંચ કલાક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતા અને 40 ભેંસનો તબેલો ધરાવતા કનુભાઈ સવાભાઈ બાંધવા દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી પશુધન માટે પશુ આહાર નો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો હોય જેમાં બપોરના સુમારે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા ગોંડલ નગરપાલિકાના ફાયર ફાઇટરોને જાણ કરવામાં આવતા
ફાયર ફાઈટરો હર્ષિલ ચૌહાણ, ભુપતભાઇ કારેણાં, વિરુભા જાડેજા, અજયસિંહ વાઘેલાએ સહિતનાઓએ દોડી જઇ સતત પાંચ કલાક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી પરંતુ આ દરમિયાન આશરે દોઢ લાખ રૂપિયાની કિંમતનો પશુ આહાર નો જથ્થો બળીને ખાખ થઇ જવા પામ્યો હતો, આગ કયા કારણોસર લાગી તે હજુ બહાર આવ્યું નથી આગ ઉપર સૌપ્રથમ તબેલા પાસે રહેતા હીરજીભાઈ જમોડ નું ધ્યાન જતાં તેઓ દ્વારા તુરંત જ તબેલા ના માલિક સહિત સર્વે ને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા જ સરપંચ કાંતાબેન વોરા, દૂધ મંડળી પ્રમુખ કનુભાઇ વોરા, સમાજસેવક ચંદ્રેશભાઇ પંડ્યા, મંત્રી મગનભાઈ માદરીયા સહિતનાઓ દોડી ગયા હતા.
(તસ્વીર-જીતેન્દ્ર આચાર્ય)

રિલેટેડ ન્યૂઝ