સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડ નં.11માં શોર્ટસર્કિટથી આગ ભભૂકી

તાત્કાલિક ફાયર ફાયટરે દોડી જઈ આગ કાબૂમાં લેતા મોટી દૂર્ઘટના ટળી

પ્રતિનીધી દ્વારા
રાજકોટ તા.7
સિવિલ હોસ્પિટલમાં જૂની બિલ્ડીંગમાં બનાવેલા કોરોના વોર્ડમાં વાયરીંગમાં શોર્ટસર્કિટથી આગ ભભૂકી ઉઠતા દર્દીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. જુની બિલ્ડીંગમાં વોર્ડ નં.11 જે હાલ કોવિડ મેડીકલ વોર્ડ નં.2 બનાવવામાં આવ્યો છે. જેમાં આજે સવારે 10 વાગ્યાના અરસામાં અચાનક ટ્યુબલાઈટના વાયરીંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં સિવિલમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા ફાયર ફાયટર સાથે ફાયર ટીમે વોર્ડ નં.11માં દોડી જઈ ટ્યુબલાઈટના વાયરીંગમાં લાગેલી આગ ફાયર એસ્ટીગ્યુરાર દ્વારા બુઝાવી નાંખવામાં આવી હતી જો કે સદનસીબે આગમાં કોઈ મોટી દુર્ઘટના ટળી જતાં દર્દીઓ અને હોસ્પિટલ તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

રિલેટેડ ન્યૂઝ