10મી થી પ્રિ-મોન્સુન કામગીરી શરૂ થશે

પાણીના અવરોધતા બાંધકામો હટાવવા, વોંકળા સફાઈ અંગે કમિશ્નરની સુચના

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ,તા.5
આવનારા સમયમાં ચોમાસાની ઋતુને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ પ્રિ-મોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સુન કામગીરી લગત વિવિધ મુદ્દાઓની ચર્ચા અને સમીક્ષા કરવા અંગે આજ રોજ તા. 07-05-2021 ના રોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને વિવિધ શાખાના સંબધિત અધિકારીઓ સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી.
મ્યુનિ. કમિશનરે મીટીંગની શરૂઆત કરતા વિવિધ મુદ્દાઓ અંગે આવનાર સમયમાં શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા અંગે સંબધિત અધિકારી પાસેથી માહિતી મેળવી હતી. ચોમાસા દરમ્યાન આવનારા પડકારોનો અત્યારથી જ સામનો કરવા રાજકોટ મહાનગરપાલિકા તૈયાર રહે તે બાબતને ધ્યાનમાં રાખી અત્યારથી જ પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી આગળ ધપાવવા તૈયારી શરુ કરવા જે તે શાખાના અધિકારીને સુચના આપી હતી.
મ્યુનિ. કમિશનરે પ્રિ-મોન્સુન માટે કરવાની થતી કામગીરી જેવી કે, પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કરી જીએસડીએમએ અને રિલીફ કમિશનરને મોકલવા તથા પોતાના તાબાના વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, બિલ્ડીંગ, સાધન-સામગ્રી, વાહનો વિગેરેના સુપરવિઝન અંગેની કામગીરી, પોતાના તાબાના વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, બિલ્ડીંગ, સાધન-સામગ્રી, વાહનો વિગેરેના સુપરવિઝન અંગેની કામગીરી, વોંકળામાંથી દબાણ દુર કરાવવું, બાઉન્ડ્રી ડીમાર્કેશન કરાવવું, જાહેર માર્ગોમાં પાણીને અવરોધતા ગેરકાયદેસર બાંધકામો, ખાનગી જોખમી હોર્ડીંગ અંગેની કામગીરી, વોંકળા સફાઇ, ડ્રેનેજ ફરિયાદનો તાત્કાલિક નિકાલ અંગે સુચના આપેલ.
પીવાના પાણીને લગત ફરીયાદો તથા તેના નિકાલના આયોજન, જાહેર માર્ગોમાં પાણીને અવરોધતા ગેરકાયદેસર બાંધકામો, રસ્તા ઉપરના દબાણો, જોખમી હોર્ડીંગની માહિતી, ભયગ્રસ્ત મકાનોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહી, જાહેર માર્ગો, બગીચાઓ વિગેરે જગ્યાના જોખમી વૃક્ષોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહી, ભયગ્રસ્ત તેમજ તુટી પડે તેવા પોલ, ઇલેક્ટ્રીક કેબલ વિગેરેની માહિતી તેમજ ભારે વરસાદ, વાવાઝોડા સમયે વિદ્યુત પુરવઠો ન મળે ત્યારે તેની અવેજીમાં ડિઝલ જનરેટર વિગેરેની વ્યવસ્થા, રસ્તા પરના ખાડા, ખુલ્લા મેન હોલ વિગેરે બંધ કરાવવાની કાર્યવાહી તેમજ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીઝ હસ્તકના વાહનો તથા સાધનોની વિગત તેમજ તેને ચાલુ સ્થિતિમાં રાખવા અંગે કરવાની થતી કાર્યવાહી, અતિવૃષ્ટિના સમયે ભરાયેલ પાણીના ઝડપી નિકાલ માટે ડી-વોટરીંગ પંપની વ્યવસ્થા, પંપ વિક્રેતાઓની યાદી-ફોન નંબર, ઉપલબ્ધ પંપની વિગત, વરસાદનું સતત મોનીટરીંગ, આંકડા મેળવી, ચકાસીને તંત્રવાહકોને માહિતગાર કરવા, વેબસાઇટ તથા એલ.ઇ.ડી. બોર્ડ પર મુકવા તેમજ આઇ.સી.સી.સી.માં મોનીટરીંગ કરવું વિગેરેની ચર્ચા કરેલ.
આ ઉપરાંત શહેર આસપાસના વિસ્તારો, ગામોમાં રહેતા તરવૈયાઓની નામ, સરનામા, ફોન નંબર સાથેની યાદી અદ્યતન કરવી, શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવા તથા તેના તાત્કાલિક નિકાલના આયોજનની વિગતો, વર્ષ-2020માં જુદા-જુદા વિસ્તારો – માર્ગો વિગેરે ઉપર પાણી ભરાવાની મળેલ ફરિયાદોની માહિતી પરથી આયોજન, પુર, વાવાઝોડું વિગેરે કુદરતી આપત્તિ સમયે ચેતવણી વિગેરે તેમજ જાન-માલ બચાવની કામગીરી, વાહન વ્યવસ્થા, બોટ વ્યવસ્થા, સ્થળાંતરની કામગીરી, સુરક્ષિત આશ્રયસ્થાનની વ્યવસ્થા વિગેરે કામગીરી, આશ્રયસ્થાનોમાં ફુડ પેકેટ, પીવાનું પાણી, જીવન રક્ષક દવાઓ, રસીઓ, ક્લોરીન ટેબલેટ, જંતુનાશક દવાઓ તેમજ સફાઇ વિગેરેની વ્યવસ્થાનું આયોજન અને કોલ સેન્ટર ઉપરાંત ફરીયાદો માટે ક્ધટ્રોલ રૂમની વ્યવસ્થા કરવી, ક્ધટ્રોલ રૂમ ખાતે માણસો-ટેલિફોન-વાહનો-મજુરો-સાધનો વિગેરેની વ્યવસ્થા અંગે ગહન ચર્ચા કરી આયોજન ઘડી કાઢવામાં આવેલ.

રિલેટેડ ન્યૂઝ