રાજકોટ સિવિલમાં સવા વર્ષમાં બે લાખથી વધુ કોરોનાના આરટી-પીસીઆર ટેસ્ટ થયા

દૈનિક 2500 થી 3000 આરટી-પીસી આર ટેસ્ટ

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ, તા.7
દર્દી કોરાના પોઝીટીવ છે કે કેમ તેના વધું સ્પષ્ટ નિદાન માટે છઝઙઈછ ટેસ્ટ રીપોર્ટ અગત્યનો હોય છે.રાજકોટની સિવિલ હોસ્પિલટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં આવેલી ભજ્ઞદશમ-19 છઝઙઈછ લેબોરેટરી જાણે કોવીડ હોસ્પિલટલનું હદય હોય તે રીતે સવા વર્ષથી કામ કરી રહી છે.
વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે કે નેગેટિવ આવે તે રિપોર્ટ આવ્યા બાદ જ ડોક્ટરોની ભૂમિકા શરૂ થાય છે. સચોટ નિદાન આવે તો સારવાર શકય બને અને આ કામ રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં આવેલ માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે કાર્યરત આર ટીપી સી આર લેબોરેટરીના તબીબો અને ટેકનીશ્યન સ્ટાફ જીવના જોખમે કરી રહ્યો છે.
રાજકોટની સિવિલની આ લેબ દ્વારા અત્યાર સુધીમાં માર્ચ 2020 થી અત્યાર સુધીમાં 2,04072 આરટીપીસીઆર રીપોર્ટ કરવામાં આવ્યા છે. માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે માર્ચ 2020થી આ લેબ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.જેમાં કોરાના અંગેના નમુનાની આરટીપીસીઆર મેથડથી ચકાસણી થાય છે. વર્ષ 2020 દરમ્યાન રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય,ગીરસોમનાથ જિલ્લો, અને સુરેન્દ્રનગર જિલ્લો અને મોરબી જિલ્લામાંથી આવતા સેમ્પલોની ચકાસણી કરવામાં આવતી હતી. હાલમાં આ લેબમાં અંદાજે 2500થી 3000 દૈનિક કોરાના અંગેના નમુનાની ચકાસણી કરવામાં આવે છે. પીડીયુ મેડીકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના ઇનચાર્જ પ્રાધ્યાપક અને વડા શ્રી ડો. જી.યુ.કાવઠીયાના જણાવ્યા અનુસાર હાલમાં કોવીડ -19 ટેસ્ટીંગનું ભારણ ખુબ જ હોય આ લેબમાં ટીચીંગ ફેકલ્ટીઓ, રેસીડેન્ટ ડોકટરો, લેબ ટેકનીશ્યનો, વર્ગ 4ના કર્મચારીઓ તેમજ કોમ્યુટર ઓપરેટરો એમ સમગ્ર લેબની ટીમ 24 કલાક રાઉન્ડ ધ કલોક દર્દીઓ માટે સેવા આપે છે.

રિલેટેડ ન્યૂઝ