85 લાખની લૂંટ ચલાવનારી ગેંગના ચાર સભ્યોને રાજસ્થાનથી પકડી પાડ્યા

રાજકોટમાં નમાલી મનાતી પોલીસે મેળવી મહત્વની સફળતા
સાદોવેશ ધારણ કરી રાજસ્થાનમાં પડાવ નાંખી આરોપીને પકડ્યા: 70 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. 7
રાજકોટમાં પેડક રોડ પર ચંપકનગરમાં શિવ જ્વેલર્સમાં 12 દિવસ પહેલાં ધોળે દિવસે ત્રણ શખસે પિસ્ટલની અણીએ ચલાવેલી 85.46 લાખની લૂંટનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાંચને જબરી સફળતા મળી છે. કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ બુલેટપ્રુફ જેકેટ તથા આધુનિક શસ્ત્રોથી સજ્જ ચુનંદા અધિકારીઓની અલગ અલગ 10 ટીમ દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા,દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં પડાવ નાખીને લૂંટારુ ગેંગના મુખ્ય ચાર ખૂંખાર અપરાધી રાજસ્થાનના શુભમ સોવરનસીંગ કુંતલ જાટ, અવિનાશ ઉર્ફે ફૌજી ઉત્તમસીંગ સિકરવાર , સુરેન્દ્ર હમીરસીંગ જાટ અને ઠાકુર બિકેશ કુમ્હેરસીંગ પરમારને હરિયાણાના પલવલમાંથી જીવના જોખમે ઝડપી લેવાયા છે. આરોપીઓ પાસેથી રોકડ, ઘરેણા સહિત અંદાજીત 70 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ગુનામાં ઉપયોગામાં લેવાયેલી બે પિસ્ટલ સાથે ફરાર પાંચમાં આરોપીને પકડવા અન્ય ટીમ હજી પરપ્રાંતમાં પડાવ નાખીને બેઠી છે.આ ટોળકીએ સુરતમાં પણ વેપારીને ગોળી મારીને લૂંટ કર્યાનો ગુનો ડિટેક્ટ થયો છે. પડકારજનક લૂંટનો ભેદ ઉકેલનાર ટીમની પોલીસ કમિશનરે પીઠ થાબડી રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે.

રિલેટેડ ન્યૂઝ