શાપર વેરાવળમાંથી કારખાનાના મેનેજરનું કારમાં અપહરણ કરનાર આરોપીઓ ઝબ્બે

આરોપી સાથે પુત્રીને જોઇ જતા ઠપકો આપેલો જેનો ખાર રાખી ઉઠાવી જઇ માર માર્યો

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 10
રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં અને શાપર વેરાવળમાં કારખાનામાં પ્રેડક્શન મેનેજર તરીકે નોકરી કરતા વણીક આઘેડનું ચાર શખ્સોએ છરીની અણીએ કારમાં અપહરણ કરી ચાલુ કારે માર માર્યો હતો. જો કે, મેનેજર કારમાંથી જીવ ચાવી નાશી જઈ પોલીસમાં જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં આવેલ સોપાન હાઈટ્સમાં રહેતા અને શાપર વેરાવળમાં કેપ્ટન ગેઈટમાં આવેલી અનુપમ ઈન્ટરનેશનલ નામની કંપનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે નોકરી કરતા દિનેશભાઈ મહેન્દ્રભાઈ અજમેરા (ઉ.વ.49) એ શાપર પોલસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 6 ના રોજ તેની પુત્રીને તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા પુનિત વર્મા સાથે જોઈ જતા આ બાબતે પૂછતા પુનીત વર્મા સાથે ઝઘડો થયો હતો.
ત્યારબાદ બીજા દિવસે ભુસાભાઈ ગીગાભાઈ ભરવાડે ફોન કરી ધમકી આપેલી જે બાબતે યુનિવર્સિટી પોલીસમાં અરજી કરી હતી જેનો ખાર રાખી તા. 8 ના બપોરે તેઓ કારખાને હતા ત્યારે પુનીત વર્મા અને તેની સાથે ભુસાભાઈ ગીગાભાઈ જાદવ, જગદીશ કરશનભાઈ રાઠોજ તથા બળદેવ બચુભાઈ ડાભી પુનીતની બ્લેક કેટા કારમાં આવેલા અને ફન કરી બહાર બોલાવતા તેઓ બહાર ગયા હતા ત્યારે ચારેય શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી છરીની અણીએ કારમાં અપહરણ કરી ગયા હતા. અને ચાલુ કારમાં ઢીકાપાટુ અને ઝાપટો મારી તે મારી આબરૂના સોસાયટીની વચ્ચે કાંકરા કરી નાખ્યા છે. તને અને તારા પરિવારના સભ્યોને નહી છોડું તેવી ધમકી આપી કહેલ કે તારી સોસાયટીમાં મેસેજ નાખી દે કે તુ ખોટો છે નહી તો પરિણામ ભોગવવા તૈયાર રહે જે દરમિયાન તેઓ મોકો મળતા કારમાંથી જીવ બચાવી નાશી છુટેલા અને રાજકોટ પોલીસ કમિશ્નરને જઈ આપવીતી જણાવતા બનાવ શાપર પોલીસ વિસ્તારમાં બનેલો હોય જેથી શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે શાપર પોલીસે ચારેય શખ્સો સામે અપહરણનો મારામારીનો ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ