‘સરકારી સેવાનો સંપૂર્ણ સંતોષ લઇ, સાજી નરવી થઇને હું ઘરે પરત ફરી છું’

રાજકોટના 67 વર્ષના યાસ્મિનબેન હિંગરોજાએ કોરોનાને હરાવ્યો

(પ્રતિનિધિ દ્વારા)રાજકોટ તા. 10,
‘ચાર-પાંચ દિવસથી શરદી, તાવ રહેતા હતાં, દવાઓ લીધી પણ સારૂ નહોતુ થતું. કોરોના ટેસ્ટ ત્રણ ત્રણ વાર કરાવ્યા પણ રિપોર્ટ નેગેટિવ આવતો હતો. અંતે સિટિ સ્કેન કરાવ્યો તો કોરોનાનું સંક્રમણ આવ્યું. જોકે તોય કોરોનાની સારવાર ઘરે જ કરતાં હતા. પરંતુ અચાનક ઓકિસજન લેવલ 85 થઇ જાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે એટલે ત્રણથી ચાર ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા ગયા. પરંતુ આ એક પણ હોસ્પિટલમાં જગ્યા ન હતી. અંતે સિવિલ હોસ્પિટલમાં ગયા. ત્યાં એક કલાકમાં જ અમારો વારો આવી ગયો. અને મને સમરસ હોસ્ટેલની હોસ્પિટલમાં દાખલ કરવાનું કાગળ કાઢી આપ્યો. ત્યા પાંચ દિવસ સાજી થઇ જાવ એવી અસરકારક મારી સારવાર કરાઇ હતી. હવે હું સંપૂર્ણ સ્વસ્થ થઇને મારી ઘરે પરત ફરી છું.’
આ વાત કરે છે રાજકોટમાં રહેતા 67 વર્ષના યાસ્મિનબેન દાદુભાઇ હિંગરોજા. યાસ્મિનબેનને ડાયાબિટિસ-બીપી બોર્ડર ઉપર રહેતા હતા. બાકી તેમને કોઇ બિમારી ન હતી.
સમરસના અનુભવો વિશે યાસ્મિનબેન કહે છે કે, મને સરકારી સારવારનો સંપૂર્ણ સંતોષ છે. સરકારી દવાખાનામાં તમામ પ્રકારની સેવાઓ સારી રીતે આપવામાં આવે છે. દવા, ઇંજેકશન, ભોજન, નાસ્તા, ફ્રુટ, વગેરે વિનામૂલ્યે અપાતું. પાંચ પાંચ દિવસ સુધી રહેવાનો ખર્ચો પણ કંઇ નહીં આપવાનો. ડોકટર, નર્સની ફી પણ નહીં ચૂકવવાની.

રિલેટેડ ન્યૂઝ