આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફે પોલિસીધારકો માટે રૂ.867 કરોડનું સૌથી વધુ બોનસ જાહેર કર્યું

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા. 8
આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે નાણાંકીય વર્ષ 2020-21 માટે પાત્રતા ધરાવતા પાર્ટિસિપેટિંગ પોલિસીધારકો માટે રૂ. 867 કરોડનાં વાર્ષિક બોનસની જાહેરાત કરી છે. કંપનીએ અત્યાર સુધી જાહેર કરેલું આ સૌથી વધુ બોનસ છે અને ગયા નાણાંકીય વર્ષ માટે જાહેર કરેલા બોનસ કરતા 10 ટકા વધુ છે.
આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના મેનેજિંગ ડિરેકટર અને સીઇઓ એન એસ કન્નનએ જણાવ્યું હતું કે, અમે એ જાહેર કરતા આનંદ અનુભવીએ છીએ કે 2020-21 માટેનું બોનસ કંપનીના ઇતિહાસમાં સૌથી વધુ બોનસ છે. અમને વિશેષ સંતોષ એ વાતથી થાય છે કે તે કામગીરીના 20માં વર્ષમાં અપાઇ રહ્યું છે, જે યોગાનુયોગ છે. તે ગ્રાહકો પર ફોકસ, લવચીકતા અને મહામારીએ સર્જેલા અભૂતપુર્વ પડકારોમાં પણ માર્ગ કાઢવાની અમારી ક્ષમતા પ્રદર્શિત કરે છે. આ પડકારજનક વાતાવરણમાં અમારા ગ્રાહકોને રક્ષણ અને બચત જરૂરિયાતો પૂરી પાડે તેવી સંસ્થાનું નિર્માણ કરવાના અમાર વિઝન પ્રત્યેની પ્રતિબ્ધધતા અમને આ વાતાવરણમાં પણ ટકાવી રાખે છે.
31 માર્ચ, 2021ની સ્થિતિએ ચાલુ તમામ પાર્ટિસિપેટિંગ પોલિસી આ બોનસ મેળવવા પાત્ર છે અને આ રકમ પોલિસીધારકના લાભમાં ઉમેરવામાં આવશે. તેનો લાભ 9.8 લાખ પાર્ટિસિપેટિંગ પોલિસીધારકને મળશે, જેઓ લાંબા ગાળાના નાણાંકીય લક્ષ્યાંકોની નજીક પહોંચી જશે. બોનસ એ કંપનીના પાર્ટિસિપેટીંગ પોલિસીધારકોના ફન્ડમાંથી થયેલા નફાનો હિસ્સો છે, જે તેમનાં ગેરન્ટેડ મેચ્યોરિટી લાભમાં ઉમેરવામાં આવે છે. આ રીતે ભંડોળ વધે છે.
કંપનીએ આ સતત 15માં વર્ષે બોનસ જાહેર કર્યું છે, જે પોલિસીધારકોને જોખમોને ધ્યાનમાં રાખીને વધુ વળતર આપવાના ગ્રાહક કેન્દ્ર અને લાંબા ગાળાના રોકાણ અભિગમને પ્રતિબિંબિત કરે છે.

કંપનીની કડક રોકાણ ફિલોસોફીને કારણે તમામ માર્કેટ સાઇકલ્સમાં પોર્ટફોલિયોમાં ઝીરો ડિફોલ્ટ થયો છે. 31 માર્ચ, 2021ની સ્થિતિએ ફિક્સ્ડ ઇન્કમ પોર્ટફોલિયોની 96.8 ટકા રકમ સોવરિન અથવા અઅઅ રેટેડ પેપરમાં રોકવામાં આવે છે.

પરંપરાગત લાંબા ગાળાની યોજનાની સમગ્ર રેન્જ ગ્રાહકોને મૂડીની સલામતી અને સતત વળતર આપે છે અને જીવન કવચ પરિવારને નાણાંકીય સલામતી પણ પૂરી પાડે છે. કંપનીની ઇનોવેટિવ પાર્ટિસિપેટિંગ પોલિસી લક્ષ્ય લાંબા ગાળે સંપત્તિ સર્જનથી લઈને જીવનના વિવિધ તબક્કા (ઉશરરયયિક્ષિં કશરય જફિંલયત) દરમિયાન આવકની ચોક્કસ જરૂરિયાતો પૂરી કરે છે.

રિલેટેડ ન્યૂઝ