રાજકોટ ડિવિઝનથી 71 જેટલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવાઈ

8 રાજ્યોમાં 6951.76 ટન પ્રાણવાયું પહોંચાડાયો

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા. 9
ભારતીય રેલ્વે દ્વારા દેશભરના વિભિન્ન રાજ્યોમાં મિશન મોડમાં લિકિવડ મેડિકલ ઓક્સિજન પહોચાડજીને રાહત આપવાનો ક્રમ ચાલુ રાખ્યા છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યા અનુસાર આ ક્રમમાં પ્રશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા અત્યાર સુધીમાં 71 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવીને 8 રાજ્યોમાં લગભગ 6951.76 ટન ઓક્સિજનની સપ્લાય કરાઈ છે. જેમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર સામેલ છે. રાજકોટ ડિવિઝન 9 જૂનના 2 વધુ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડાવાઈ છે.

રિલેટેડ ન્યૂઝ