રાજકોટ એરપોર્ટમાં આગથી દોડધામ

એર ઈન્ડિયાની ઓફિસમાં જ ભભૂકેલી આગમાં મહત્વના દસ્તાવેજો બળીને ખાખ

રાજકોટ તા.9
રાજકોટ એરપોર્ટ ખાતે આવેલ એર ઈન્ડિયાની ઓફિસમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી અને મહત્વના ડોક્યુમેન્ટટ બળીને ખાક થઈ ગયા હતા. આગના પગલે મુસાફરોને થોડીવાર માટે અંદર જતા રોકવામાં આવ્યા હતા.
રાજકોટના એરપોર્ટમાં આવેલ એર ઈન્ડિયાની ઓફિસમાં સવારમાં 9 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઓફિસમાં રાખવામાં આવેલ કચેરીના મહત્વના ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા અને ધૂમાડાના ગોટેગોટા ઉડતા ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. આગના પગલે સુરક્ષા કર્મીઓમાં અને મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. જેથી થોડીવારમાંટે મુસાફરોને પણ અંદર જતા રોકવામાં આવ્યા હતા. તેમજ આગનું કારણ જાણવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ