રાજકોટ જસદણનાં સાંજના બસ રૂટ ફરી શરૂ કરવા લોકોની માગ

(પ્રતિનિધિ દ્વારા)
જસદણ, તા. 9
એપ્રિલ મહિનામાં કોરોનાના કેસ વધતા રાજકોટ થી જસદણ માટેનાં સાંજના તેમજ રાત્રિનાં અનેક બસ રૂટ બંધ કરેલા તે ફરી શરૂ કરવાની લોકોની માગણી છે.
એપ્રિલ અને મે માસ દરમિયાન જસદણ રાજકોટ સહિતનાં વિસ્તારોમાં કોરોનાના કેશ ખૂબ જ વધતા અને રાજકોટમાં સાંજે કરફયુ ચાલુ થઈ જતા રાજકોટ થી જસદણ માટેના સાંજના તેમજ રાત્રિના અનેક બસ રૂટ બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે કોરોના કેસ ખૂબ જ ઘટી ગયા હોય તેમ જ સ્થિતિ પુર્વવત થઈ ગઈ હોવાથી રાજકોટ થી જસદણ માટે પહેલા જે બસ રૂટ શરૂ હતા તે મુજબ એટલે કે સાંજે 7-30, 7-45, 8-20 તેમજ રાત્રે 8-45 વાગ્યાના બસ રૂટ શરૂ કરવાની વેપારીઓ તેમજ વેપાર ધંધા રોજગાર નોકરી અર્થે નિયમિત રાજકોટ થી જસદણ અપડાઉન કરતા લોકોની માગણી છે. સાથે સાથે જસદણથી રાજકોટ જવા માટેના તમામ બસ રૂટ પહેલાની જેમ શરૂ કરવા જોઈએ. અત્યારે રાજકોટ જસદણ વચ્ચે તેમજ જસદણ ગોંડલ વચ્ચે મર્યાદિત બસ રૂટ શરૂ હોવાથી બસમાં ટ્રાફિક વધારે રહે છે અને સંક્રમણનો ભય વધે છે. જસદણ થી ગોંડલ જવા માટેના તેમજ ગોંડલ થી જસદણ માટેના બસ રૂટ પણ પહેલાની જેમ નિયમિત શરૂ કરવાની લોકોની માગણી છે.
(તસવીર : ધર્મેશ કલ્યાણી, જસદણ)

રિલેટેડ ન્યૂઝ