સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાથી 10 મોત, નવા 174 કેસ

કાતિલ વાયરસના કેસો ઘટતા પ્રતિબંધો હટવા લાગ્યા, સાવધાની રાખવી જરૂરી

રાજકોટમાં 2, જામનગરમાં 6 અને જૂનાગઢ-અમરેલીમાં 1-1 દર્દીએ દમ તોડ્યો, 442 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.9
સૌરાષ્ટ્ર-કચ્છમા કોરોનાની મહામારી હવે નાબૂદ થવાની અણી ઉપર હોય તેમ દિનબદીન પોઝિટિવ કેસો અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 10 દર્દીના મોત નીપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટમાં 2, જામનગરમાં 6 અને અમરેલી-જૂનાગઢમાં એક-એક દર્દીએ સારવારમાં દમ તોડ્યો છે. જ્યારે 24 કલાકમાં નવા 174 કેસ નોંધાયા છે. જેમાં રાજકોટમાં 56, જામનગરમાં 28, અમરેલીમાં 10, ગીરસોમનાથમાં 16, જૂનાગઢમાં 28, મોરબીમાં 1, ભાવનગરમાં 9, દેવભૂમિ દ્વારકામાં 7, પોરબંદરમાં 4, અને કચ્છમાં 13 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે.
જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 442 દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજકોટ
રાજકોટ શહેર-જિલ્લામાં હાહાકાર મચાવતા કોરોનાથી આજે રાજકોટ શહેર-જીલ્લામાં મૃત્યુઆંકમાં રાહત મળી હોય તેમ 2 દર્દીના મોત નીપજ્યા છે.જ્યારે 24 કલાકમાં નવા 56 કેસ નોંધાયા છે. જેમાં શહેરના 27 અને ગ્રામ્યના 29 દર્દીનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટમાં કોરોનાની સારવાર લઈ રહેલા 48 દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.રાજકોટમાં કોરોનાનું સંક્રમણ અને મત્યુઆંકમાં મદઅંશે ઘટાડો નોંધાતા લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
જામનગર
જામનગર જીલ્લા માં કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે, કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો દિનપ્રતિદિન નીચે ઊતરતો જાય છે, અને આજે જામનગર જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસ 30 ની અંદર નોંધાયા છે.તેમજ મૃત્યુનો દર આજે પણ સિંગલ ડિજિટ માં રહ્યો છે, અને છેલ્લા 24 કલાક દરમિયાન સરકારી જી.જી.હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ ના મૃત્યુ થયા છે.
કોરોના ના કેસ મામલે વધુ રાહતના સમાચાર જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાક માં જામનગર શહેર-જિલ્લામાં 28 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 171 દર્દીઓને કોરોના ,મુક્ત બન્યા છે. જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે એક સપ્તાહ થી રાહત જોવા મળી છે. જામનગર જિલ્લામાં ગઈકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં માત્ર 6 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક 4,521 નો થયો છે.
ઉપરાંત કોરોના ના કેસો માં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે,. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 19 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 22,079 નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના 09 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો 12,378 નો થયો છે. આજે મૃત્યુનો દર સિંગલ ડીઝીટ નો થયો છે, અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે 4,521 થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના 131 અને ગ્રામ્યના 40 મળી 171 દર્દીઓ કોરોના મુક્ત બન્યા છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામા આજરોજ 9 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 21,363 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં 2 પુરૂષ તેમજ તાલુકાઓમાં 4 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 9 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 6 અને તાલુકાઓમાં 31 કેસ મળી કુલ 37 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા 21,363 કેસ પૈકી હાલ 367 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં 291 દર્દીઓનું અવસાન થયેલ છે.
મ્યુકર માઈકોસીસ
ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં 3 સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ 124 કેસ સારવાર હેઠળ નોંધાયા છે. જિલ્લામાં કુલ 124 કેસ નોંધાયેલા પૈકી 112 ક્ધફર્મ કેસ, 10 સસ્પેક્ટેડ કેસ અને 2 નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં 14 દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
ગીર સોમનાથ
કોરોના મહામારીની બીજી લહેરમાં છેલ્લા- થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના કેસોમાં ઘટાડો થઇ રહેલ છે. આજે કોરોના પોઝીટીવ કેસો 16 નોંધાયેલ છે. આજે નોંધાયેલા કેસોમાં વેરાવળમાં 3, કોડીનારમાં 2, ઉનામાં 5, ગીરગઢડામાં 3, તાલાલામાં 3 મળી કુલ 16 કેસો નોંઘાયા છે. જીલ્લાડમાં એક પણ દર્દીનું મૃત્યુધ નીપજેલ ન હોવાનું તેમજ સારવારમાં રહેલા 52 દર્દીઓએ કોરોનાને માત આપેલ હોવાનું તંત્ર એ જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ