સૌરાષ્ટ્ર-કચ્છમાં નજીકના દિવસોમાં ચોમાસાનું આગમન

પ્રિમોન્સુન એક્ટિવીટી હેઠળ ઉના, ગીરગઢડા, ગડુ (શેરબાગ) સોમનાથ, જૂનાગઢ જીલ્લામાં છુટોછવાયો વરસાદ

અસહ્ય ગરમી અને બફરાથી લોકો ત્રસ્ત : ત્રણ દિવસ મેધાવી માહોલ વચ્ચે કેટલાક સ્થળે ઝાપટાથી હળવા મધ્યમ વરસાદનો સંકેત

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા. 9
સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છમાં દિવસભર વાદળાઓની અવર જવાર વચ્ચે કેટલાક સ્થળે હળવા મધ્યમ વરસાદી ઝાપટા સાથે અમુક સ્થળે નોધપાત્ર અડધાથી એક ઇંચ ઇંચ વરસાદ વરસી ગયાના વાવાડ મળી રહ્યાં છે. તો આગામી સપ્તાહ સુધીમાંજ ચોમાસાનું પણ વિધિવત આગમન
થવાનો અણસાર હવામાન વિભાગના સુત્રો દ્વારા દર્શાવાયો છે.
તાજેતરમાં આવેલા વાવાઝોડા બાદ સાયકલોનીક સરકયુલેશનની અરસ હેઠળ આગળ વધતુ ચોમાસુ આગામી સપ્તાહના પ્રારંભ સુધી માંજ સૌરાષ્ટ્ર – કચ્છમાં પહોચી જવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.
જો કે આગામી સપ્તાહના પ્રારંભથી ચોમાસાના વિધિવત આરંભ પહેલા બે ત્રણ દિવસ ભાવનગર, અમરેલી, સોમનાથ, દિવ પંથકમાં છુટાછવયા વરસાદી ઝાપટા વરસી ગયા બાદ સોમવારથી વિવિધવત રીતે ચોમાસાનો સૌરાષ્ટ્ર – કચ્છમાં પ્રારંભ થવા સાથે કેટલાક સ્થળે ભારે વરસાદ વરસી જવાનો સંકેત પણ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યો છે.
રાજકોટ
રાજકોટમાં છેલ્લા બે દિવસથી દિવસ – રાત વાદળ છાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફરાતથી લોકો ત્રાહીમામ જોવા મળે છે તો હજી ત્રણ – ચાર દિવસ આવો માહોલ બની રહ્યાં બાદ સોમવારથી શહેર જીલ્લામાં ચોમાસુ શરૂ થવાના સંકેત હવામાન વિભાગ દ્ગારા દર્શાવવામાં આવ્યા છે. આજે રાજકોટનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી, લધુત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું.
ઊના ગીરગઢડા પંથકમાં અડધો થી 1 ઇંચ
ઊના ગીરગઢડા પંથકમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળેલ હતો. અને આકાશમાં વરસાદી માહોલ સાથે વાદળો ધેરાવા લાગ્યા હતા. અને ચોમાસાની શરૂઆતમાં વરસાદે એન્ટ્રી કરતા બે કલાક જેવા સમયમાં અડધો થી એક ઇંચ વરસાદ વરસી જતાં રસ્તા પર પાણી ચાલતા થયા હતા. અને ખેડૂતોમાં ચિંતાના વાદળો ધેરાવા લાગ્યા હતા. જોકે તાઉતે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હોય અને પાકને ભારે નુકસાન થયેલ હતુ. ત્યારે આજે વરસાદ વરસતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતીનું નિર્માણ સર્જાયેલ હતુ. ઊના શહેરમાં અડધો, સામતેર, કાણકબરડા, ગરાળ, રામેશ્વર, સનખડા, મોઠા, સહીતના ગામોમાં પવન સાથે ધોધમાર એક કલાકમાં 1 ઇંચ વરસાદ વરસી ગયેલ હતો. આ સીવાયના અમુક ગામોમાં વરસાદી ઝાપડા વરસ્યા હતા.
ગડુ (શેરબાગ) વિસ્તારમાં વરસાદી ઝાપટા
ગડુ (શેરબાગ)પંથકમાં ખેરા ઘુમલી વિસણવેલ ગોતાણા સમઢીયાળા સુખપુર સીમાર અને વગેરે આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારમા બે વખત વરસાદી ઝાપટા વરસ્યા હતા.વરસાદ થી રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.અને બફારો માં વધારો થયો છે.તૌકતે વાવાઝોડા થી કેરીઓ ખરી પડી હતી. અને થોડીઘણી કેરી નો પાક બચ્યો છે. પણ વરસાદી માહોલ સર્જાતા કેરી ના બગીચા ધારકો ચિંતા માં મુકાયા છે.
સોરઠ
જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં તોફાની પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે સોરઠ પંથકના જૂનાગઢ, મેંદરડા અને વંથલી વિસ્તારમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા.
દરમિયાન હવામાન વિભાગ માંથી મળતી માહિતી મુજબ આજે શહેરમાં લઘુતમ તાપમાન 27.7 ડિગ્રી, મહત્તમ તાપમાન 38.1 ડિગ્રી, ભેજનું પ્રમાણ સવાારે 81 ટકા અને બપોર બાદ 43 ટકા અને પવનની ગતિ 10.8 કિમી પ્રતિ કલાક રહેવા પામી છે.
અમરેલી
અમરેલીમાં આજે સાંજે અચાનક જ જોરદાર પવન સાથે મિનિ વાવાઝોડું ફૂંકાયું હતું લોકોમાં તોક્તે વાવાઝોડાનો ભય હજુ ગયેલ નથી ત્યારે ફરી આજે અચાનક જ જોરદાર પવન સાથે મીની વાવાઝોડું હોય તેઓ માહોલ સર્જાયો હતો થોડી જ વારમાં જોરદાર વરસાદ ખાબકી પડયો હતો અંદાજે અડધો જ કલાકમાં જોરદાર એકાદ ઇંચ જેટલો વરસાદ ખાબકી પડયો હતો અચાનકજ તૂટી પડેલ પવન અને વરસાદથી થોડીવાર માટે લોકોમાં ભયનું મોજુ ફેલાઈ જવા પામેલ હતું જ્યારે રાજુલામાં પણ ધોધમાર એક ઇંચ વરસાદ પડી ગયો હતો તેમજ જિલ્લાના લાઠી બાબરા લીલીયામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ