મકનસરમાં 7.83 લાખની આયુર્વેદિક દવાના જથ્થા સાથે એક શખ્સ જબ્બે

નશાકારક દવા હોવાનું આશંકા : મોરબી એલ.સી.બી.એ પકડી પાડ્યો

(પ્રતિનિધિ દ્વારા)
મોરબી તા. 9
મોરબી એલસીબીએ નવા મકનસર ગામેથી આયુર્વેદિક હર્બલ ટોનીકનો જથ્થો વિતરણ કરે એ પહેલાં જ એક ઇસમને 7,88,000 ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો.
મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ એલસીબી પીઆઈ વી.બી.જાડેજાને મોરબી જીલ્લામાં ગેરકાયદેસર રીતે આયુર્વેદીક હર્બલ ટોનીકના વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પીઆઈ વી.બી.જાડેજા ની ટીમને બાતમી મળી હતી કે મોરબી તાલુકાનાં નવા મકનસર ગામે રહેતા જયેશ ઉર્ફે લાલો મનસુખભાઇ આડેસરા પોતાની દુકાન તથા રહેણાંક મકાને આયુર્વેદીક હર્બલ ટોનીક્નો જથ્થો ગેરકાયદેસર રીતે બીલ, આધાર વગર રાખી તેનું વેચાણ કરે છે જે હકિકત આધારે રેઇડ કરતા જયેશ ઉર્ફે લાલો મનસુખભાઇ આડેસરા (ઉ.વ.25 રહે. નવામકનસર તા.જી. મોરબી)ની દુકાન તથા રહેણાંક મકાનેથી ગેરકાયદેસર રીતે બીલ કે આધાર પુરાવા વગરની આયુર્વેદીક હર્બલ ટોનીકની નાની- મોટી બોટલો નંગ-9,220 કિ.રૂ. 7,83300/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ. 5000/- નો મળી કુલ રૂ. 7,88,000/- નો મુદામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે આરોપી જયેશ ઉર્ફે લાલો આ માદક દ્રવ્યનો જથ્થો કેટલા સમયથી વહેંચી રહ્યો હતો અને ક્યાંથી લઈને તે વિતરણ કરવામાં આવતું હતું એ તપાસ મોરબી તાલુકા પોલીસ અને એલસીબી નીંટીમ દ્વારા હાથ ધરાઈ છે.ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે પણ એસઓજી અને બી ડિવિઝન પોલીસે મોરબીમાં યુવા ધનને સોફ્ટ ડ્રિન્ક અને એનર્જી ડ્રિન્કના નામે જાહેરમાં આવા કેફી પીણા વહેંચતા ત્રણ વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી જેમાં આ પીણું આલ્કોહોલનું પ્રમાણ ધરાવે છે પંરતુ જુદા જુદા ડ્રિન્કની આડમાં તેને યુવાનો અને દેશી દારૂ અથવા નશા યુક્ત દ્રવ્યોની બદલે વહેંચવામાં આવે છે જેથી પોલીસ પણ તેમાં કોઈ દખલ અંદાજી ન કરે પરન્તુ મોરબીમાં પોલીસે આ સોફ્ટ ડ્રિન્કની આડમાં નશાયુક્ત કારોબાર કરતા વેપારીઓ અને દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી ચેકીંગ શરૂ કર્યું છે. ત્યારે આગામી સમયમાં પણ અનેક ઇસમો પર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ શક્યાંતાઓ સેવાઇ રહી છે.

રિલેટેડ ન્યૂઝ