રાજકોટમાં કારખાનામાં જુગાર રમતા 6 પકડાયા

અડધા લાખની રોકડ કબ્જે કરાઈ

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.10
શહેરના મવડી વિસ્તારમાં નાનામવા રોડ પર આવેલા શ્યામનગરમાં કારખાનામાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી પત્તા ટીંચતા 6 શખ્સોને રૂા.53200ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.
જાણવા મળતી વિગત મુજબ, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ યુ.બી.જોગરાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન નાનામવા રોડ પર રાજનગર ચોક પાસે આવેલા શ્યામનગર-3 ખાતે શ્યામ બોકસ નામના કારખાનામાં જૂગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પત્તાટીંચતા રાજેન વલ્લભ બાવરીયા, રાહુલ કાંતિ સુદ્રા, સમસુદ્દીન ઉર્ફે લાલો કમરૂદીન રૂપાણી, પ્રવિણ મગન નારણીયા, ધર્મેશ વાલજી સાકરીયા અને બાબુ દુદા પરમારને ઝડપી લઈ પટ્ટમાંથી રૂા.53200ની રોકડ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ