ચોમાસામાં વીજ સાધનોના ઉપયોગમાં સાવચેતી રાખવી

રાજકોટ તા.10
શોર્ટ સર્કિટના કારણે ઘણા ગંભીર અકસ્માત સર્જાય રહ્યા છે અને આગ લાગવાના બનાવો બની રહ્યા છે તેને અટકાવવા માટે જીઈબી એન્જીનિયર્સ એસોસીએશન દ્વારા કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે.
વરસાદી ઋતુમાં ભીના ફ્યુઝ અથવા સ્વીચને અડકવું નહિ તેમજ ભીના હાથે ગીઝર, વોશિગ મશીન કે મિક્ષ્ચર વગેરેની સ્વીચ ચાલુ કે બંધ ન કરવી. કોઇપણ વીજ ઉપકરણો જેવા કે પાણીની મોટર, ટેબલ પંખો, ડોલ હીટર વગેરે ને ચાલુ સ્થિતિમાં સ્પર્શ ના કરવો. વીજ મીટરને પાણી ન લાગે તેની સાવચેતી લેવી તથા ઘરના, દુકાનના કે ફેકટરીના વાયરીંગ ને પાણી ના લાગે તેની તકેદારી રાખવી. ઘરના વાયરીંગ ખુલ્લા જોઈન્ટ ના રાખશો.
આપના આંતરિક વાયરીંગમાં યોગ્ય ક્ષમતાના જા માર્કાવાળા વીજ વાયર તેમજ વીજ ઉપકરણો જેવા કે એર-કંડીશનર, વોશિંગ મશીન, મિક્ષ્ચર, માઇક્રોવેવ કે વોટર હીટર ઈંજઈં માર્કવાળા વસાવવા તથા તે સમયે જુના વીજ વાયરો આ વધારાના સાધનોનો વીજ ભાર લેશે તે સરકાર પ્રમાણિત ઈલેક્ટ્રીકલ કોન્ટ્રાકટર પાસે ચેક કરાવી જરૂરી લોડ વધારો માંગી સદર સાધનોનો ટેસ્ટ રીપોર્ટ સબંધિત સ્થાનીક વીજ કચેરીમાં અવશ્ય આપવો.
વીજળીનું વાયરીંગ કે વીજળીના સાધનોનું સમારકામ પોતાની જાતે કરવું નહિ પરંતુ પરવાનેદાર અને જાણકાર વાયરમેન પાસે જ કરાવવું. કનેકશનની મેઈન સ્વીચ બંધ કરી મેઈન ફ્યુઝ કાઢી અને ત્યાર પછી જ કામગીરી કરો. કરારીત વીજ ભાર કરતા વધારે વીજ ભાર જોડેલ હોય તો વીજ વાયરને થતા નુકશાન તથા વીજ અકસ્માત અને શોર્ટ સર્કીટને કારણે આગ લાગવાના બનવો નિવારવા સ્થાનિક વીજ કચેરીમાં અરજી કરી વધારાના વીજ ભારને અધિકૃત કરવો,
વીજ સાધનો માટે યોગ્ય ક્ષમતાના આઈએસઆઈ માર્કવાળા ફ્યુઝ, એમ.સી.બી. તથા ઈ.એલ.સી.બી.નો ઉપયોગ કરવો તથા વરસાદી સમયે ભેજવાળા વાતાવરણમાં ઘરના વીજસ્થાપ્નોમાં લગતા વીજ આંચકાઓથી બચવા જા માર્કાવાળા ઈ.એલ.સી.બી. સલામતીના નિયમાનુસાર ગ્રાહકોએ ફરજીયાત લગાડવી. ઈએલસીબીના ઉપયોગ કરવાથી વીજ ઉપકરણોની આંતરીક ખામી અથવા ઇન્સ્યુલેશનની ખરાબીને લીધે વીજ પ્રવાહ ના લીકેજ વાળા ઉપકરણોને સ્પર્શ થવાથી લાગતા વીજશોક નિવારી શકાય છે. એમસીબીના ઉપયોગ કરવાથી વાયરીંગમાં શોર્ટ સર્કીટ તથા ઓવરકરંટ સામે રક્ષણ મળે છે.વીજ થાંભલાની આજુબાજુ પાણી ભરાયેલ હોય તેની નજીક ઉભા રહેવું નહિ. ત્યાં વીજ અકસ્માત થઇ શકે છે. થાંભલા પરથી આવતી વીજ સર્વિસ લાઈન બાંધવા માટે ઘરની દિવાલ પર એંગલ / ફુંક રાખો. કોઇપણ પ્રકારની દોરી/વાયર એંગલ સાથે ન બાંધો. સર્વિસ વાયર દિવાલ પર લટકતો ન રાખતા ક્લેમ્પથી ફીટ કરવો. સર્વિસ વાયર મીટર સુધી બહાર દેખાય તે રીતે ફીટ કરો. વીજતાર / નેટવર્કથી હંમેશા સલામત અંતર રાખવું. વીજ લાઈન તાર નીચે વૃક્ષ કે વેલ ના વાવો તેમજ વાહનો, ઘાસ ચારો કે કીમતી માલ સામાન ન રાખો. વીજ લાઈન નજીક બાંધકામ ચાલતું હોય ત્યારે વીજલાઈન થી સલામત અંતર રાખી કામગીરી કરવી.જો આપે ડીઝલ જનરેટર સેટ / ઈન્વરટર લગાડેલ હોય તો હંમેશા પ્રમાણભૂત કંપનીની ફોર પોલ / ટુ પોલ ઓટો ચેન્જ ઓવર સ્વીચ અમુક લગાવો. જેથી તેના વપરાશ સમયે બેક કરેટને કારણે વીજ અકસ્માત ન થાય. ઘર – દુકાન – કારખાનું વગેરે બંધ રહે ત્યારે મેઈન સ્વીચ બંધ રાખો. શોર્ટ – સર્કીટ થી બંધ મકાનમાં આગ લાગવાની સંભાવના છે. વીજળીના તૂટેલા તારથી દુર રહો તથા બીજાને દુર રાખો. વીજ કંપનીના નજીક ના ફોલ્ટ સેન્ટરમાં આ બાબતની તુરંત જાણ કરવી.લાઈન ફોલ્ટમાં હોય કે વ્યકિતગત ફરિયાદ હોય ત્યારે વીજ કચેરીના કોલ સેન્ટરમાં જ ફરિયાદ લખાવવી. અધિકારી/કર્મચારીઓને સમયે/કસમયે ફોન કરવાથી તેઓની રૂટીન કામગીરીમાં ખલેલ પહોચે છે અને સરવાળે ફરિયાદો દુર કરવામાં વિલંબ થાય છે.

રિલેટેડ ન્યૂઝ