વોર્ડ નં.11ના વાવડી વિસ્તારનો પાણીનો પ્રશ્ન આખરે ઉકેલાયો

લોકોને પડતી મુશ્કેલી દુર થશે: દેવાંગ માંકડ

રાજકોટ તા,12
રાજકોટ શહેરનાં વોર્ડ નં.11ના કોર્પોરેટર દ્રારા વાવડી વિસ્તારનાં પાણીનાં પ્રશ્નો અંગે કરવામાં આવેલ રજુઆત અન્વયે આજથી વાવડી વિસ્તારમાં 2-એમ.એલ.ડી. વધુ આપવાનું આયોજન કરેલ છે.
આ અંગે માહિતી આપતા વોટર વર્કસ કમિટીનાં ચેરમેન દેવાંગભાઈ માંકડ જણાવે છે કે શહેરમાં નવા ભળેલ વાવડી વિસ્તારમાં 4-એમ.એલ.ડી. પાણીનું વિતરણ કરવામાં આવતું હતું. જેના કારણે લોકોને થોડીક મુશ્કેલી પડતી હતી. આ બાબતે વોર્ડ નં.11ના કોર્પોરેટરે પાણી પુરવઠાની પરિસ્થિતિથી વાકેફ કરેલ. કોર્પોરેટરોની રજુઆત ધ્યાને લઈ, તાત્કાલિક ધોરણે મેયર ડો.પ્રદિપ ડવ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ સાથે પરામર્શ કરી, વાવડી વિસ્તારના લોકોને 2-એમ.એલ.ડી. વધુ પાણી મળી શકે તે માટે વ્યવસ્થા ગોઠવી, કુલ 6-એમ.એલ.ડી. પાણી મળી શકે તેવું આયોજન કરવામાં આવેલ છે. આ માટે હડાળા થી બેડી ફિલ્ટર પ્લાન્ટ થઈ જ્યુબેલી ફિલ્ટર પ્લાન્ટ ખાતે 2-એમ.એલ.ડી. પાણી વધારે ઉપાડવા અને તેના કારણે ભાદર ખાતેથી ઉપાડવામાં આવતા પાણી પુરવઠામાં જે 2-એમ.એલ.ડી. બચત થાય તે વોર્ડ નં.11ના વિસ્તારના લોકોને સપ્લાઈ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપી યુધ્ધના ધોરણે અમલવારી કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ