જિલ્લાના 100 દિવ્યાંગને મળ્યું કોરોના રસીનું કવચ

કેમ્પમાં વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ

રાજકોટ તા.12
રાજકોટ જિલ્લાના ગોંડલમાં આજે રાજય સરકારના સંવેદશીલ અભિગમ અને ગુજરાતના તમામ વર્ગને કોરાના સામે સુરક્ષા કવચ પુરૂ પાડવાના અભિગમ અન્વયે દિવ્યાંગજનોને કોરાના પ્રતિરોધક રસી આપવાનો ખાસ કેમ્પ યોજાયો હતો.જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો જોડાયા હતા. આ કેમ્પમાં રસ મૂકવા માટે આપતા દિવ્યાંગો પાસે કોઇ પણ પ્રકારના ઓળખકાર્ડ માંગવામાં આવ્યા ન હતા. તેમજ આ વ્હીલચેરની પણ વ્યવસ્થા કરાઈ હતી. જેથી ચાલવાની કે બીજી કોઇ મુશ્કેલી પડી ન હતી.
કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે રસીકરણ એ જ માત્ર વિકલ્પ છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત, સમાજ સુરક્ષા કચેરી, ગોંડલ નગરપાલિકા અને ટિમ ગણેશ દ્વારા ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે દિવ્યાંગ ભાઇઓ બહેનો માટે વેકસીનેશન કેમ્પ યોજાયો હતો.
આ વેક્સીન કેમ્પને ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના હસ્તે દીપ પ્રાગ્ટય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં શહેર અને તાલુકાના તમામ દિવ્યાંગ ભાઇ – બહેનોએ ભાગ લીધો હતો.દિવ્યાંગ ભાઇઓ-બહેનો કોરોના રસીથી સુરક્ષિત બન્યા આ કેમ્પમાં સમાજ સુરક્ષા અધિકારી મેહુલગિરિ ગોસ્વામી, નોડલ ઓફીસર, ગોંડલ તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર, નગરપાલિકા પ્રમુખ સહિતના સદસ્યો, કિરિટભાઇ દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ