રાજકોટમાં નામચીન શખ્સની પત્ની સંચાલિત જુગારધામ ઝડપાયું: 5 મહિલા સહીત 12 ઝબ્બે

જુગારના ત્રણ દરોડામાં 26 પકડાયા, 3.07 લાખનો મુસામાલ જપ્ત

રાજકોટ તા. 12: શહેરમાં જાણે જુગારની મૌસમ ખીલી હોય તેમ ઠેક ઠેકાણે જુગારના હાટડાઓ શરૂ થઈ ગયા છે. ત્યારે ગઈ કાલે પોલીસે ત્રણ અલગ-અલગ દરોડામાં પતા ટીંચતા 11 મહિલા સહિત 26 શખ્સોને રૂ. 3.07 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.નામચીન ઈમરાન મેણુંની પત્ની સંચાલિત ભીસ્તીવાડામાં ચાલતા જુગારધાર પર પોલીસે દરોડો પાડી પત્તા ટીંચતા પાંચ મહિલા સહિત 12 ને ઝડપી પાડ્યા હતા. જ્યારે આશાપુરા નગરમાંથી 6 મહિલા અને ભગવતીપરામાંથી 8 શખ્સોને ઝડપી લીધા હતા. જાણવા મળતી વિગત મુજબ પ્રનગર પોલીસ મથકના પી.આઈ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.ડી. પટેલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન ગુજસીટોકના ગુનામાં જેલહવાલે રહેલા નામચીન ઈમરાન મેણુંની પત્ની અલ્કાએ ભીસ્તીવાડ ચોક પાસે ભાડાના ક્વાર્ટરમાં જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
જેમાંપતા ટીંચતા અલ્કા ઈમરાન મેણું ઉપરાંત અશોક ગોવિંદભાઈ દવે, અરવિંદ લાલજી ગઢીયા, પ્રવિણ હિરા બોરીચા, મનોજ નરોતજા ગજ્જર, મનીષ દેવરાજ સાવકીયા, વિજય છગન રામાણી, ચિરાગ બળવંત ગજ્જર, રેખા મુન્ના પરમાર, નયના રાજેશ બામણીયા, રિધ્ધી વિપુલ ચૌહાણ અને જ્યોત્સના પ્રવિણ કુંભારવાડીયાને ઝડપી લઈ પટ્ટમાંથી રોકડા રૂ. 1,48,500 તથા મોબાઈળ નં. 9 અને બાઈક નં. 2 મળી કુલ રૂ. 2,70,500 નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા દરોડામાં બી ડીવીજન પોલીસે ભગવતીપરામાં આશાળા પીર રોડ પરથી જાહેરમાં જુગાર રમતા સંજય નટુ ઉધરેજીયા, કનક ધીરૂ ઉધરેજીયા, અરવિંદ જેન્તી વાણોદીયા, વિશાલ જયેશ ઉધરેજીયા, સંજય વજુ ઉધરેજીયા, મેશ મયુર વાણકીયા, સુભાષ રમેશ વાણકીયા, અને જયેશ જેન્તી વાળોદીયાને ઝડપી લઈ રૂ. 15,190 ની રોકડ કબ્જે કરી હતી.
કોઠારીયા મેઇન રોડ આશાપુરા સોસાયટી શેરીનં. 7 માં આવેલ રહેણાંક મકાનમાં તીન પતીનો જુગાર રમતી લીલાબેન ડાયાભાઇ રોકડ, નયનાબા વનરાજસિંહ સરવૈયા, શિતલબેન લાલજીભાઇ હાડા, કૈલાશબેન સુરેશભાઇ રોજાસરા, મનીષાબેન રણજીતભાઇ બાબરીયા અને રીનાબેન ઉર્ફે જાડી વિનોદભાઇ કડેવાલને ઝડપી લીધી હતી. જુગારના પટમાં રહેલી રૂ.21,470 ની રોકડ પોલીસે કબ્જે કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ