કપાસિયા તેલમાં રૂ.15 વધ્યા

સીંગતેલના ભાવ જળવાયેલા-સોના ચાંદી બજાર મનમોર

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.21
આજે ઈદ – ઉલ- અજહાની જાહેર રજા હોવાથી સૌરાષ્ટ્રના મોટા ભાગના યાર્ડ બંધ રહ્યા હતા. જ્યારે લોકલ બજારમાં પણ સીંગતેલમાં ભાવ જળવાયેલા હતા. જ્યારે સાઈડ તેલોમાં કપાસિયા તેલમાં રૂ. 15નો વધારો હતો. મગફળી બજારમાં જળવાયેલું હતુ. ખાંડમાં સતત બીજા દિવસે આવક ઘટેલી હતી. જો કે ભાવ સ્થિર હતા. ચણા બેસન બજાર ભાવમાં સતત જળવાયેલું વલણ રહ્યુ છે. એરંડા બજારમાં સામાન્ય ફેરફાર જણાતો હતો. જ્યારે રૂ કપાસ બજારમાં મક્કમ વલણ હતું વિદેશ પાછળ ભારતીય સોના ચાંદી બજાર મનમોર જણાતું હતું.
મગફળી
મગફળી બજારમાં સ્થિરતા જોવા મળી હતી. જૂનાગઢમાં 2,000 ગુણીની આવકે પીલાણ 24,800, જી 10 26,000, જી 20 26,500 અને ટી જે 37ના ભાવ 27,000 ઉપર જોવા મળ્યા હતા.
ખાદ્યતેલો
સીંગતેલમાં ભાવમાં કોઈ ફેરફાર નહોતો. જ્યારે સાઈડ તેલોમાં કપાસિયામાં રૂ. 20 વધેલા જોવા મળ્યા હતા. રાજકોટમાં લૂઝમાં 10 – 15 ટેન્કરના કામકાજે ભાવ 1450 જ્યારે કપાસિયા વોશમાં 10 – 15 ગાડીના કામકાજ વચ્ચે ભાવ 1400 – 1405 હતા.
રાજકોટમાં સીંગતેલ 15 કિગ્રા નવા ટીન 2425 – 2465, 15 કિગ્રા લેબલ ટીન 2375 – 2415, 15 લીટર નવા ટીન 2245 – 2265 અને 15 લીટર લેબલ ટીન 2165 – 2205, જ્યારે કપાસિયા તેલમાં રૂ. 15નો વધારો થતાં 15 કિગ્રા નવા ટીન 2375 – 2405, 15 કિગ્રા જુના ટીન 2325 – 2355, 15 લીટર નવા ટીન 2205 – 2270, 15 લીટર જુના ટીન 2160 – 2195, વનસ્પતિ 1740 – 1810, પામોલિન 1960 – 1965, કોપરેલ 2950 – 2990, દિવેલ 1850 – 1860, કોર્ન 2100 – 2120, મસ્ટર્ડ ઓઇલ 2340 – 2370 અને સનફલાવર 2200 – 2250 ઉપર ભાવ હતા.
સિંગખોળ રાજકોટમાં 45,500 અને જૂનાગઢમાં પણ 46,000 ઉપર નોંધાયો હતો
ખાંડ
ખાંડ બજારમાં સતત બીજા દિવસે આવક ઘટેલી હતી ભાવ સ્થિર હતા. રાજકોટમાં આજે 200 ગુણીની આવક ઘટતાં 1000 ગુણી ખાંડની આવક થઈ હતી. જ્યારે ડી ગ્રેડનાં ભાવ 3530 – 3610 અને સી ગ્રેડનાં ભાવ 3630 – 3710 ઉપર હતા.
ચણા બેસન
ચણા બેસન બજારમાં ઘરાકીના અભાવે ભાવ સતત જળવાયેલા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં આજના ભાવ જોઇએ તો ચણા 4700 – 4800, બેસન 4600 – 4700 અને ચણા દાળના ભાવ 6100 – 6200 ઉપર હતા.
એરંડા
એરંડા વાયદામાં સામન્ય વધારો જોવા મળ્યો હતો. દિવેલના ભાવ 1125 હતા. આજે વેંચવાલી જણાતી નહોતી.
એરંડા બજારમાં ગુજરાતમાં 20000 – 22000 ગુણીની આવક હતી. ભાવ 1075 – 1090 અને સૌરાષ્ટ્રમાં 800 – 900 ગુણીની આવકે ભાવ 1040 – 1068 હતા. મુખ્ય પીઠામાં જોઈએ તો જગાણા 1120, કડી 1120, ક્ધડલા 1110 – 1112, માવજીહરી 1090 – 1095 અને ગિરનારના ભાવ 1090 – 1095 ઉપર હતા.
રૂ કપાસ
રૂ કપાસ બજારમાં કોઈ વધઘટ જોવા મળી નહોતી. આજે રજાના કારણે આવકમાં સામન્ય ઘટાડો જોવા મળ્યો હતો. રાજકોટમાં રૂ ગાંસડી 54,000 – 55,500 ભાવ હતો
દેશમાં આજે 2000 – 2200 ગાંસડી અને ગુજરાતમાં 700 – 800 ગાંસડી કપાસની આવક હતી. સૌરાષ્ટ્રમાં 3500 – 4000 મણની આવક વચ્ચે 1300 – 1710 નોંધાયા હતા.
કપાસિયા ખોળ રાજકોટમાં 1450 – 1920, કડીમાં 1750 – 1800 ભાવ હતા.
સોના ચાંદી
ભારતીય સોના ચાંદી બજારમાં ભાવ ઘટાડો જણાતો હતો. રાજકોટમાં ચાંદી પ્રતિ કિગ્રાના ભાવ રૂ.68,600 હતા. જ્યારે સોનામાં સ્ટાન્ડર્ડ 49,250 અને 22 કેરેટના ભાવ 46,900 હતા. બિસ્કિટ 4,92,500 ઉપર રહ્યુ હતુ.

રિલેટેડ ન્યૂઝ